પ્યૂરિફેન એક એવો પંખો છે, જે પ્રતિમિનિટ ૨૦૦૦ ઘનફૂટના દરે હવા ફેલાવે છે. પરંતુ તેની સૌથી મોટી વિશેષતા એ છે તે હવાને પણ ચોખ્ખી કરે છે.
તેમાં એરપ્યૂરિફાયર ફીટ કરેલું છે. તેનાથી પાંચ સ્તરે હવા ચોખ્ખી થાય છે. ધૂળ, ધુમાડો અને ગંદકીભર્યા વાતાવરણમાં રહેતા વયસ્કોના રૂમ માટે આ પંખો એકદમ ઉપયુક્ત છે. તેની ભારતીય કિંમત રૂ.૧૮,૬૦૦ છે.