જે રીતે આપણે લોકો સાથે જોડાયેલા રહેવા માટે ટ્વિટરની મદદ લઈએ છીએ, તે જ રીતે એલિયન્સ પણ આપણી સાથે સંપર્ક બનાવવા માટે આવા જ કોઈ માધ્યમની મદદ લઈ શકે છે.
કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં એસ્ટ્રોફિઝિક્સના સંશોધનકર્તા ગ્રેગરી બેનફોર્ડ અને તેમના ભાઈ જેમ્સે જણાવ્યું કે અમે અત્યારે અંતરિક્ષમાં ચારેય તરફ સિગ્નલો મોકલવામાં અબજો રૂપિયા બરબાદ કરી રહ્યા છીએ. અમે આપણી આકાશગંગાના કેન્દ્રમાં વધુ સંદેશ મોકલવા જોઈએ, કેમકે ત્યાં ૯૦ ટકા તારા આવેલા છે. તેમાંથી કેટલાક તારાની ઉત્પત્તિ તો સૂર્યથી પણ પહેલાં થઈ છે.