સવાલ: મારો યુએસનો સ્ટુડન્ટ વિઝા ત્રણ વાર રિજેક્ટ થયો, તો હું ફરીથી એપ્લાય કરું તો રિજેકશનની અસર થાય? કેટલી વાર એપ્લાય કરી શકાય?
જવાબ: તમારું રિજેકશનનું શું કારણ આપેલું તેના ઉપર આધાર છે. જો તમે ઇંગ્લિશમાં બરાબર જવાબ આપી શક્યા ના હો, કોલેજ અમાન્ય હોય કે સારી પ્રતિષ્ઠા ના હોય કે તમે ફી વગેરેનો ખર્ચની સક્ષમતા બતાવી શક્યા ના હો વગેરે અનેક કારણો ઉપરાંત તમારી વર્તણૂંક તથા પહેરવેશ પણ નોંધમાં લેવાય છે. જો આમાંનું એક પણ કારણ હોય તો તે કારણ દૂર કરી હવે ફક્ત છેલ્લી વખત ટ્રાય કરી જુઓ.
સવાલ: મારી ગર્લફ્રેન્ડ સ્ટુડન્ટ વિઝા પર લંડન ગઇ છે. તેની સાથે મેરેજ કરીને હું પણ લંડન જઇ શકું? ‘અશ્વિન પંચાલ, અમદાવાદ
જવાબ: તમારા લગ્ન થઇ જાય પછી તમારી પત્ની યુકેમાંથી તમારા માટે કોઇ બેરિસ્ટર કે ઇમિગ્રેશન લોયર મારફતે સ્પાઉસ વિઝા ફાઇલ કરે તો તમારાથી લંડન જરૂર જઇ શકાય અથવા તમે પણ સ્ટુડન્ટ વિઝા લઇ જઇ શકો.
સવાલ: હું એમબીએ છું અને ૧૪ વર્ષનો ઇન્ટરનેશનલ ટ્રેડનો અનુભવ ધરાવતો હોઇ કેનેડા બિઝનેસ વિઝા દ્વારા ઘણી વાર કેનેડા જઇ ફરીથી ત્રણ વર્ષનો બિઝનેસ વિઝા રિન્યુ કરાવ્યો છે. મારા ફેમિલી માટે ફેબ્રુઆરી, ર૦૦૬માં કેનેડાના ઇમિગ્રેશન માટે એપ્લાય કરેલું. તેનો ઓનલાઇન એવો જવાબ મળ્યો કે ઇટ ઇઝ અંડર પ્રોસેસ તેમ જ ટેન્ટેટિવ્ઝ રિકવાયર્ડ ટાઇમ ઇઝ ફિફ્ટી ટુ મન્થ્સ એવું પણ જણાવે છે તો હવે કેટલો સમય લાગશે? ‘જીજ્ઞેશ મહેતા, અમદાવાદ
જવાબ: કેનેડાના ઇમિગ્રેશનમાં કેટલીકવાર પાંચ વર્ષથી પણ વધુ સમય લાગ્યાના કેસિસ જાણું છું. તમારો કેસ અંડર પ્રોસેસ છે જેનો ટેન્ટેટિવ ટાઇમ અથૉ્ત આશરે સમય બાવન મહિના કહે છે. તેનો અર્થ એ જ કે તે કરતાં વધુ સમય થઇ શકે. હવે થોડી રાહ જુઓ. તમારા અનુભવ અને ડિગ્રીને લીધે બહુ સમય નહી લાગે.
સવાલ: હું ગાયનેકોલોજિસ્ટ ડોક્ટર તરીકે સુરતમાં પ્રેક્ટિસ કરું છું. મારી આઇ-૧૩૦ની પિટિશનની અમેરિકાની વેબસાઇટ ઉપર તપાસ કરતાં ૯-૧૨-૨૦૦૯ના રોજ પિટિશન લાઇનોકોલને જયુરીડિકશન હોય ત્યાં ટ્રાન્સફર કરી છે તથા પ્રોસેસિંગનો ટાઇમ નેશનલ ગોલ, વરમાઉન્ટ સેન્ટરનો ટાઇમ જુદા જુદા જાણવા મળ્યા તો મારે શું સમજવું? ‘ડૉ.. જયેશ પટેલ, સુરત
જવાબ: ડોક્ટર, તમે લાંબો પત્ર લખ્યો છે, પરંતુ મુખ્ય મુદ્દો જ લખવાનું વિસરી ગયા. તે એ છે કે તમારી પિટિશન એફ-૧ થી એફ-૪માંની છે કે સેલ્ફ પિટિશન છે તથા તે કઇ તારીખે અને કોણે ફાઇલ કરી છે અથૉત્ પિટિશનર કોણ છે વગેરે. તેમ છતાં તમારી પિટિશન ડિસેમ્બર, ર૦૦૯માં ટ્રાન્સફર થઇ તે પરથી હું એવું અનુમાન કરું છું કે પિટિશન ફાઇલ કરે બહુ સમય થયો હોય તેમ જણાતું નથી. હાલમાં રિલેટીવ માટે કરેલી દરેક જુદી જુદી કેટેગરીની પિટિશનને પિટિશન ફાઇલ કર્યાની તારીખથી જુદો સમય અથૉત્ વર્ષો નીકળી જાય છે. દા.ત . એફ-૪ની સિટઝિનના બ્રધર-સિસ્ટર માટે દસ વર્ષે નંબર લાગે છે. તેથી તમારી કેટેગરી તથા તેની ફાઇલિંગ ડેટ તમને મળેલી નોટિસ ઓફ એકશન ડાબી બાજુએ ટોપ ઉપર આપેલો નંબર ઇએસી ૬૨૩૨૫૦૦૩ તેની નીચે જ રિસિટ ડેઇટ આપી હોય તે જણાવી તપાસ કરશો તમને સાચો જવાબ મળશે.
સવાલ: મેં ઇલેક્ટ્રિકલમાં ડિપ્લોમા કર્યું છે, તો હું યુ.કે.માં જોબ માટે કેવી રીતે એપ્લાય કરું ? ક્યા સર્ટિફિકેટો જરૂરી છે ‘જેકશન ક્રશ્વિયન, અમદાવાદ
જવાબ: માત્ર ડિપ્લોમાના આધારે યુ.કે.માં જોબ મળવી મુશ્કેલ છે. જોબ માટે ઓછામાં ઓછી ગ્રેજયુએશન કે માસ્ટર ડિગ્રી સારા સ્કોર સાથેની તેમ જ ત્રણ ચાર વર્ષનો તે કામનો અનુભવ તેમ જ યુ.કે.માં તમને જોબ આપનાર જેન્યુઇન એમ્પ્લોયર વગેરેની જરૂર હોય છે. તેમ જ ઇંગ્લિશ ભાષા ઉપર પ્રભુત્વ હોવાનું સાબિત કરવા કેટલીક પરીક્ષા આપવી પડે છે.
સવાલ: મેં કેનેડાના પી.આર. માટે ર૦૦૪માં તથા કયુબેકના પી.આર. માટે ર૦૦પમાં એપ્લાય કરેલું, જે પૈકી મારું ફ્રેન્ચ બરાબર નહીં હોવાથી કયુબેકનું રિજેક્ટ થયું અને કેનેડાનું ઓનલાઇન ચેક કરતાં ફાઇલ સ્ટેટસ ઇઝ શોન ઇન પ્રોસેસ એવું જાણવા મળ્યું. હું પ્રોફેશનલ છું અને મારી વાઇફ ર૦૦૪થી માઇક્રોબાયોલોજિસ્ટ તરીકે કામ કરે છે. અમારા કયુબેક રિજેકશનને લીધે કેનેડાની ફાઇલને કોઇ અસર થાય? મારી ફાઇલના ઝડપી ડિસિઝન માટે કોઇ રસ્તો છે? બીજી વેબસાઇટ છે? ‘રાહુલ શાહ, ભાવનગર
જવાબ: તમારી કેનેડાની ફાઇલને કયુબેકના રિજેકશનના લીધે અસર થાય નહીં કારણ કે કયુબેકમાં મેઇન લેંગ્વેજ ફ્રેન્ચ છે અને ઇંગ્લિશ ભાષા સેકન્ડરી છે તેથી તેવું રિજેકશન આવ્યું. જ્યારે કેનેડામાં આવું નથી. કેનેડામાં ફ્રેન્ચ ભાષા ઉપર પ્રભુત્વ હોય તો વધુ ફાયદો થાય. એ કેનેડાની ઓનલાઇન ઉપર તમારી ફાઇલ પ્રોસેસમાં છે તેમ જણાવ્યું. પછી તમે ગમે તે રસ્તે કે બીજી વેબસાઇટ તપાસ કરશો. તો પણ તમને તેનો તે જ જવાબ મળશે. તમારી ફાઇલ હવે થોડા સમયમાં જ પ્રોસેસ પૂરી કરશે તેવું મારું મંતવ્ય છે.
સવાલ: મારી ઉંમર રપ વર્ષની છે અને મેં એક એજન્સી મારફતે ટુર લેટર સાથે અમેરિકાના વઝિીટર વિઝા માટે ગુજરાત કોન્ફરન્સ માટે વિઝા માંગ્યો, તે રિજેક્ટ થયો. હું ફરીથી એપ્લાય કરવા માંગું છું, પરંતુ એજન્ટે મને પહેલી વખત એપ્લાય કરેલા ફોર્મની કોપી આપી નથી તો શું કરવું? મારી પત્ની એમ.એ. છે, તેને કેનેડા વિધાઉટ આઇએલટીએસ એપ્લાય કરી શકાય? ‘મહેન્દ્ર પટેલ, અમદાવાદ
જવાબ: ફરીથી એકાદ વર્ષ પછી કરતાં પહેલા એજન્ટને ફી આપી કોઇ તેની પાસેથી તમારા ફોર્મની કોપી લેવાનો તમારો હક છે. જો નહીં આપે તો બીજી વખતના ફોર્મમાં પહેલાના ફોર્મ કરતાં વિરોધાભાસી વિગતો હશે તો ફરીથી રિજેક્ટ થશો. કેનેડામાં પણ ઇંગ્લિશ ઉપર પ્રભુત્વ હોવું અત્યંત જરૂરી છે. તેથી આઇએલટીએસ પાસ કરવી જરૂરી છે.
સવાલ: હું ૩ર વર્ષનો બી.કોમ. છું. મારી પત્ની એમ.એ. અને એક ચાર મહિનાનો દીકરો છે. મારો પાંચ વર્ષનો વોડાફોન ઇન્ડસ્ટ્રીઝનો તથા ર વર્ષનો આસિસ્ટન્ટ મેનેજર તરીકેનો બેન્કનો અનુભવ સાથે હાલમાં લાઇફ ઇન્સ્યોરન્સ કંપનીમાં આસિ. સેલ્સ મેનેજર તરીકે નોકરી કરું છું. મારા ફેમિલી માટે મારે વર્ક પરમિટ ઓસ્ટ્રેલિયા-કેનેડા- યુ.કે.માંથી ક્યા દેશમાં પિટિશન કરવી? મહેસાણામાં આઇએલટીએસ માટે કંઇ સંસ્થા છે? ‘વિષ્ણુકુમાર પટેલ, મોઢેરા
જવાબ: હાલમાં યુ.કે.ના ઇમિગ્રેશનમાં ઘણા ફેરફાર થઇ રહ્યા છે. તેથી કેનેડા ઉચિત છે. આ સિવાય સિંગાપુરને પણ પસંદગી આપવા જેવું ખરું , કારણ કે કેનેડામાં પીઆર માટે વર્ષો નીકળી જાય છે, તેથી તમે એક સાથે બે દેશમાં એપ્લાય કરી શકો છો. મહેસાણાની સંસ્થાની મારી પાસે માહિતી નથી.
સવાલ: મારી એફ-૪ની પિટિશન ફાઇલ થઇ ગયા પછી મારા દીકરા નિરજનો જન્મ થયો હોઇ તેનું નામ પિટિશનમાં સામેલ કરવા અમેરિકામાં શું પ્રોસેસ છે ? ‘અક્ષય પટેલ, અમદાવાદ
જવાબ: તમારે તમારો વિઝા કોલ આવે તે પહેલાં તમારા પુત્રનું ઇંગ્લિશમાં બર્થ સર્ટિફિકેટ મેળવી અમેરિકાના જાણકાર ઇમિગ્રેશન લોયર મારફતે મૂળ પિટિશનમાં નામ દાખલ કરાવવા તાત્કાલિક તજવીજ કરવી જોઇએ.‘