Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Magazines >> Agriculture
 

એક જીવ બીજા જીવનું જીવન છે

 
Source: Rasik Patel, Himmatnagar   |   Last Updated 4:12 AM [IST](01/09/2010)
 
 
 
 
 
પર્યાવરણ એટલે જીવંત સૃષ્ટિને રક્ષણ આપતું આવરણ:ઓકસીજન, નાઈટ્રોજન અને કાર્બન ડાયોકસાઈડ, એકબીજાને આપી એકબીજાના જીવનનું રક્ષણ કરવું તે પર્યાવરણનું કામ

પાછળના લેખમાં મેં જે કૃષિ એક ગુઢ અને ગુહ્ય શાખા છે. એમ જણાવેલ હવે આગળ. અસલ આપણે કુદરતે આપેલ જમીન ઉપર, કુદરતે આપેલ વસ્તુઓના ઉપયોગથી, કુદરતી રીતે ખેતી કરી કુદરતે પકવેલ પાક ખાવાની સંસ્કૃતિના સંસ્કરવાળા છીએ. આ સંસ્કૃતિને કુદરતી સંસ્કૃતિ કહીશું.કુદરતી ખેતી - કુદરતી ખાતર - કુદરતી પાણી - કુદરતી વાતાવરણ - પરિણામે કુદરતી તંદુરસ્તી બક્ષતું અન્ન. પણ આ બધું આપણે જેના આધારે કરીએ છીએ તે જમીન કુદરતે બક્ષેલી જમીન.

કુદરતી જમીન, એટલે એવી જમીન કે જે ગમે તે પાક વાવો એ પાકને જરૂરી પોષણ આપીને તૈયાર કરીને આપણને આપશે. તેમાં તમારા પાકને આપવા જરૂરી એન.પી.કે., માઈક્રો ન્યુટીએન્ટસ, પાકને બીજમાંથી રોપ અને રોપમાંથી તૈયાર થતી કોઈપણ વનસ્પતિને ફળ આપી, ફરીથી અંકુર આવે તેવા બીજ તૈયાર કરે છે. આ પ્રક્રિયામાં જરૂરી બેકટેરીયાનું ઉત્પન્ન થવું અને તેને મારફત ઝાડનો ખરો ખોરાક બનવો જે તેના ઉપરના ટોચના છેલ્લા પાન સુધી પહોંચાડવો અને સુંદર ચમકદાર સ્વાદિષ્ટ, શક્તિદાયક ફળ, ફુલ કે અનાજ તૈયાર કરી આપણને આપવું.

કુદરતને સમજવી ઘણી અઘરી છે. સામાન્ય માણસને પ્રશ્ન થાય કે, મોટા, મોટા ઝાડ જેવાં કે, આંબા, આંબલિ, જાંબુ, ચીકુ, રાયણ, વડ, પીપળો, નાળીયેર, કાજુ, બોરસલી, લીમડો જેવા અનેક ઝાડ છે તેને એટલે ઉંચે ખોરાક કેવી રીતે પહોંચતો હશે? જમીનના મૂળ શું ટોચ સુધી ખોરાક પહોંચાડતા હશે? તેના જવાબ જુદાં જુદાં છે પણ, ખરા છે. દરેક મોટા ઝાડને પોષવાનું કામ વાતાવરણ કરે છે. પર્યાવરણને આધારીત છે. સૂર્ય-ચંદ્ર-નક્ષત્ર-વાયુ-વરસાદ-વીજળી અને છેલ્લે આપણી પૃથ્વી.

વિજ્ઞાન એટલે અનુભવ સાન. સાધારણ રીતે ૮૫ ટકાની આજુબાજુ આ વૃક્ષો, વેલાઓ અને વનસ્પતિઓ વાતાવરણમાંથી પોતાને જોઈતા જીવન સત્વો લે છે. કુદરતી જમીનનું બંધારણ (ઘડો) ફક્ત કુદરત એટલે ઈશ્વરે જ નક્કી કરેલ છે. પર્યાવરણ એટલે જીવંત સૃષ્ટિને રક્ષણ આપતું આવરણ તે પર્યાવરણ. ઓકસીજન, નાઈટ્રોજન અને કાર્બન ડાયોકસાઈડ, એકબીજાને આપી એકબીજાના જીવનનું રક્ષણ કરવું તે પર્યાવરણનું કામ. હવેનું ડગલું ખેડૂત ભાઈઓ આપણે ખાસ સમજવા જેવું છે. તે પણ કુદરતની રચનાનો જ એક ભાગ છે. કુદરત તરફ પાછાવળો કુદરતનો સમતુલાનો નિયમ. આપણી સંસ્કૃત ભાષામાં કહીએ તો ‘જીવો જીવસ્ય જીવનમ્’ (એક જીવ બીજા જીવનું જીવન છે).

એક જીવ બીજા જીવનું જીવન છે આ એક કુદરતું ખુલ્લું રહસ્ય છે. વળી એક વર્તુળાકાર રચના છે. જ્યાં વર્તુળમાંથી નાનકડી લીટી પણ ખોવાય તો આખું વર્તુળ ખંડિત થઈ જાય છે વળી તે લીટી તેના સ્થાને મુક્તાં પણ અસલ વર્તુળ જેવું બનતા વાર લાગે છે.

ખેતીમાં થતાં ઉંદરના ઉપદ્રવને વશમાં રાખવા દિવસે કે રાત્રે સાપ, ઘુવડ, ચબિરી, ચામડચિડીયા જેવા પ્રાણીઓ કુદરતે નિમ્યા છે. આંબા ઉપર કેરીની સાખ સમજવા તેના નિચે સાધારણ પાકેલી કેરી જે દિવસે પોપટ અને રાત્રે ચબિરીએ પસંદ કરેલી પાકી કેરી હોય છે. એવું જ લગભગ દરેક ફળ માટે બને છે. સાધારણ પણે ઝાડ કાપવામાં આવતા ન હોતા. સિવાય ખાસ કારણ પણ મૂળમાંથી તો નહિજ.

ફળાઉ ઝાડ આપણને અને પક્ષીઓને બન્નેને ખાવામાં આનંદ આપતાં. ગાડાં, કૂવાના કોસ માટે, ગરગડી થાત પૈડાં, સમાર, હળ, રાંપ કે રાંપડી માટે અમૂક પ્રમાણમાં બાવળ, રાયણ લીમડા વગેરેનું લાકડું કામમાં લેવાતું. આડસ, લાકડી કે ટેકા માટે વાંસનો પણ ઉપયોગ ન હતો.
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
6 + 2


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.