- આર્થિક જરુરીયાત સંતોષવા મથતા પતિને પ્રેમ અને હૂંફ જોઇએ છે.
- એકબીજાને સાથ આપો તો આખી દુનિયા સામે તમે લડી શકશો.
સાચો છુ તોય હું મને સાબિત નહીં કરૂં,
હું સત્યને એ રીતથી લજિજત નહીં કરૂં,
આખા ય એના રૂપને અંકિત નહીં કરૂં,
કાગળ ઉપર ઉતારી કલંકિત નહીં કરૂં.
બિઝનેસમાં તમારી આળસ કે બેજવાબદારી ક્યારેક તમારી પાયમાલીનું કારણ બની શકે છે.
મેનેજમેન્ટ ગુરૂઓનું માનવું છે કે ધંધામાં ક્યારેય આળસ કે બેજવાબદારી રાખવી નહી.એ જ રીતે કોઇ પર આંધળો વિશ્વાસ પણ રાખવો નહી. આ ઊપરાંત ધંધાની નાનામાંનાની બાબતો અંગે પણ જાણકારી રાખવી જોઇએ. આળસ છોડી જવાબદાર બનશો અને વિશ્રાસે રહેવાને બદલે ચોક્કસાઇ કરવાનું રાખશો તો જ ધંધાનો વિકાસ શક્ય બનશે.
સંસારમાં કાયમ ટકટક કરતી અને પતિ સાથે ઝગડો કરતી પત્ની, પતિ ને પોતાનાથી દૂર કરે છે.
એક ભાઇએ કહ્યું ‘મારા લગ્નજીવનને એક દસકો પુરો થયો છે. લગ્નજીવનમાં મારી પત્ની ને દરેક રીતે ખુશ રાખવાનો હું પ્રયત્ન કરૂ છુ. હું તેને ખરા દિલથી ચાહુ છુ પણ એક બાજુ મારી આર્થિકપરિસ્થિતિ નબળી છે. પૈસા કમાવવા માટે હૂં તનતોડ મહેનત કરૂ છુ. બીજીબાજુ મારા આ સંધર્ષકાળ દરમિયાન મને સહકાર આપવાને બદલે મારી પત્ની સતત ટકટક કરે છે અને નાની નાની બાબતો માં મારી સાથે ઝગડો કરે છે. ધીરેધીરે હૂંમનથી તેનાથી દૂર થતો જાવ છુ. પણ હુંઆવુ ઇચ્છતો નથી તો હું શું કરૂ ?
તમારીપત્ની અને તમારી વચ્ચે સંવાદીતતા હોવી જોઇએ. તમારી પત્નીને તમે નકારાત્મકતાથી જોતા હશો તો તેની નાની નાની બાબતોમાં પણ તમને કચ-કચ લાગશે. પણ એકબીજા વચ્ચે નો પ્રેમ વધારો, એને એટલો ભરપુર પ્રેમ આપો કે એને તમારા દોષ પણ ખુબી રૂપે જ દેખાય.
સતત ટકટક કરતી પત્ની થી કંટાળી પતિ અંતે તેનાથી દુર થઇ જાય છે. તમારા બન્ને નું દાંમ્પત્યજીવન અખંડ અને પ્રસન્ન રાખવુ હોય તો પયાની જરૂરીયાત તમારા બન્નેં વચ્ચે પ્રેમ અને સ્નેહ વધારવો તે છે.
પતિ-પત્ની સાથે રહે અને એકબીજાને સાથ આપે તો આખી દુનિયા સામે લડી શકે છે. તમારા પતિ જ્યારે સંધર્ષ કરતા હોય, ઝઝુમતા હોય ત્યારે એને સફળતા કરતા પણ વિશેષ જરૂર તમારી હુંફની, તમારા સાથની છે.
પત્નીની બાબતોને ટકટક સમજવાને બદલે તેનો સકારાત્મક પ્રતિભાવ આપો. એક વખત તેને શાંતિથી બેસી ને સમજાવો કે તમારે તેનો સાથ જોઇએ છે. તમે જે કાંઇ કરોછો તે પરિવાર માટે કરો છો. આ ઊપરાંત તમારી પત્નીના દ્રષ્ટિકોણથી વિચારી ને એ જાણવાનો પ્રયત્ન કરો કે તેને ધકઇ બાબતનો અસંતોષ છે. ખાસ કરી તમે પૈસા કમાવવાની દોડધામ માં પત્નીને કે પરિવારને સમય ન ફાળવી શકતા હો એવું પણ બને તમારા પરિવાર ને જેટલી પૈસાની જરુર છે એ કરતા પણ વધારે તમારી જરુર છે. આ બન્નૈ વસ્તુનું બેલેન્સ કરતા શીખો.
પત્ની એ પતિ ને દરેક બાબત કહેવી જ જોઇએ પણ સાથોસાથ પતિના મૂડને પારખતા પણ શીખો. પતિ કામ પરથી થાકી ને, કંટાળી ને આવ્યા હોય ત્યારે તેને આરામ કરવા દયો.તમારી વાત એ પછી કહેવાનુ રાખો.જિંદગી માં મોઢામાંથી નીકળેલા શબ્દો એ બંધૂક માંથી છુટેલી ગોળી જેવા હોય છે. ગોળી પણ ઘાયલ કરે છે, તમારા શબ્દો તમારા બેટરહાફ ને ધાયલ ન કરે એની તકેદારી રાખો.
પતિ-પત્ની વચ્ચે સં વાદિતતા હશે તો એકબીજાનો ઠપકો કે છણકો પણ મીઠો મધ જેવો લાગશે. પછી બકબક, ટકટક કે કચકચ જેવા શબ્દોનો ઊપયોગ કરવો નહી પડે. અને જિંદગીમાં એકબીજા વચ્ચે સંવાદિતતા હોય ત્યારે ઘણીવાર શબ્દોની પણ જરૂર પડતી નથી.
એમ છતા બન્નૈં એકબીજાની વાત સમજી જતા હોય છે. અને આવું થાય ત્યારે જિંદગી જીવવા જેવી લાગે છે ગેરેંટીથી ...
બ્રેક ફાસ્ટ
ગર્લફ્રેન્ડ : હું હંમેશા ચોકલેટ ખાવાનું પસંદ કરૂ છું. એ પણ ટેસ્ટી અને ગળચટ્ટી.
લવર્સ : હું હંમેશા પીત્ઝા ખાવાનું પસંદ કરૂ છુ એ પણ ગરમ અને સ્પાઈસી.
પતિ : હું પત્નીએ બનાવેલા દાળભાત ખાવાનું પસંદ કરૂ છું એ પણ જ્યારે અન્ય કોઈ પસંદગીની તક ન હોય ત્યારે...!!
(પ્રેષક : દિપાલી બધેકા (ભાવનગર)