Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Saurashtra >> Latest News >> City Exclusive Bhavnagar
 

વરલમાં પથ્થરો મારી પત્નીએ પતિની કરેલી ક્રૂરતાપૂર્વક હત્યા

 
Source: Bhaskar News, Bhavnagar   |   Last Updated 3:39 AM [IST](22/12/2010)
 
 
 
 
 
- હિન્દી ફિલ્મોના પ્લોટ જેવી બનેલી ઘટના : પત્ની ઝડપાઇ ગઇ

રહસ્યમય ફિલ્મોના પ્લોટ મુજબ સિહોરના વરલ ગામે એક હત્યાનો બનાવ બની ગયો જેમાં ૪૫ વર્ષના યુવકનુ ખુન કરીને લાશને ઢસડીને વરલ ગામના ભરવાડના એક વાડીમાં પાવડાથી ખોદકામ કરીને લાશને ઉંડા ખાડામાં દાટી દીધી આ પરાક્રમ મરનાર યુવકની પત્નીએ કરતા અને ખુન કેસમાં તેની સંડોવણી નિકળતા પોલીસ તંત્ર ચોકી ઉઠયુ હતુ.

સિહોરના વરલ ગામે રહેતા દેવીપુજક માઠુ છગનની ૧૯ ડિસેમ્બરના રોજ રાતના સમયે તેના ઘરમાંજ પત્ની દેવુબેનએ પતિના માથા ઉપર પથ્થરો મારીને તેનુ મોત નિપજાવી નાખ્યુ. ઘરમાં પતિની લાશને સગેવગે કરવા પત્નીએ તેના બે પુત્રો પ્રકાશ અને વનરાજનો સહારો લીધો અને પોતાના ઘરમાંથી લાશને કોથળામાં નાખીને વરલ ગામના ભરવાડના વાડા પાસે ખાડો ખોદીને અને તેમાં પતિની લાશ દાટી દીધી. ખુન કેસમાં કુદરતે કરીશ્મા કરતા કુતરાએ પોતાની બેસવા માટેની જગ્યા માટે ધુળમાં ખાડો કરતા જેમાં પ્રથમ લાશનો હાથ બહાર આવ્યો ગામવાળાએ ખાડામાં પડેલ હાથને જોતા વરતેજની પોલીસને બોલાવી.

સિહોર પોલીસે ખાડો ખોદીને લાશને બહાર કાઢી અને તેની ઓળખ માટે તપાસ શરૂ કરી આ કેસમાં એલસીબીના પીઆઇ વાઢેર, પીએસઆઇ આચાર્ય પીએસઆઇ સોંદરવા અને સ્ટાફના અર્જુનસિંહ, તેમજ સિહોરના પીએસઆઇ ચૌધરી, સ્ટાફના ડી.કે. ચૌહાણ એ તપાસનો ધમધમાટ શરૂ કરતા જેમાં કડી મળી કે મરનાર માઠુ વિરૂદ્ધ તળાજા પોલીસમાં ગુન્હાઓ દાખલ થયેલા છે અને તેની કડીના આધારે લાશનુ નિરીક્ષણ હાથ ધરાતા જેમાં શરીર ઉપર ઇજાના ચહિનો ઉપરથી નકકી થયુ કે આમાં સ્ત્રી પાત્ર સંડોવાયેલા છે.

પોલીસે સ્ત્રીપાત્ર અંગે મરનારની પત્ની દેવુબેનની કડક પુછપરછ કરતા તેણી ભાંગી પડી હતી. અને પોલીસને કહ્યુ કે મે મારા પતિનુ પથ્થર મારીને મોત નિપજાવી નાખ્યુ છે. મારો પતિ નશાખોર હતો અને તેનાથી કંટાળીને મે હત્યા કરી નાખી છે. ખુનના બનાવ બાદ દેવુબેનના બન્ને પુત્રો પ્રકાશ અને વનરાજ નાસી જવામાં સફળ રહ્યા છે.

આ હત્યાની થિયરી હિન્દી ફિલ્મ ધુન્દના કીસ્સા જેવી છે. જેમાં લાશને દાટી દેવામાં આવે છે. અને કુદરતના ચમત્કારમાંથી જ ખુનનો ભેદ ખૂલ્લે છે. ખુન કેસમાં દેવુબેનનુ નામ જાહેર થતા જિલ્લાના પોલીસ અધિક્ષક ચંદ્રશેખર સિહોર પોલીસ મથકમાં દોડી આવ્યા હતા. અને આરોપી મહિલા પાસેથી વિગતો મેળવી હતી.

રહસ્ય મય ખુન કેસમાં દેવુબેનની ધરપકડ બાદ પોલીસની ટીમ તેના બન્ને પુત્રોને પણ ખુન કેસમાં મદદગારી કરવા અર્થે ધરપકડ કરશે તેમ જાણવા મળેલ છે.

લાશની પાસેથી સાડલાનો કટકો મળતા ભેદ ખુલ્યો

સિહોરના વરલ ગામમાંથી ચારોલીયા માઠુ છગનની લાશ મળી આવતા જેમાં ખાડામાંથી લાશ બહાર કાઢી ત્યારે સાડલાનો એક ટુકડો મળતા જેમાં નકકી થયુ કે આ ખુન કેસમાં સ્ત્રીપાત્રની સંડોવણી છે. પોલીસે સાડલાના રંગ રૂપ ઉપરથી તપાસ કરીને માઠુની પત્ની દેવુબેનનુ ઇન્ટ્રોગેશન કરતા જાહેર થયુ કે પતિનુ ખુન તેના પત્નીએજ કરી નાખ્યુ છે.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
6 + 2


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Veena Malik: Sexy Babe
Sexually Charged Photography
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.