અગાઉ ધોલેરા બંદરને પોર્ટ સિટી બનાવવા અને તેના તબક્કાવાર વિકાસ માટે રાજ્ય સરકારે અભિગમ જાહેર કર્યો હતો પણ હવે કલ્પસરના નવા પ્રોજેક્ટ મુજબ ધોલેરા બંદરને તેના સ્થાનથી દૂર ખસેડવા નિર્ણય લેવાતા પોર્ટ સિટી બનાવાની આશા ધૂંધળી થઈ ગઈ છે અને તેના સ્થાને હવે ભાલ પંથકમાં ‘વોટર સિટી’ બનવાની તક ઉજળી થઈ છે.
કલ્પસરના નવા પ્રોજેક્ટમાં તો ભાલમાં મીઠા પાણીના સરોવરથી હરિયાળી આવશે ત્યાં ‘વોટર સિટી’ વિકસાવવાનું આયોજન પણ છે. કલ્પસરના નવા પ્રોજેક્ટ મુજબ દરિયાઈ ક્ષારથી ગ્રસ્ત ભાલ પંથકની ૧,૧૯,૦૦૦ હેકટર જેટલી જમીન મીઠા પાણીના સરોવરથી નવસાધ્ય થશે. તો સાથે દક્ષિણ ગુજરાતના છેડાને પણ લાભ થશે સરોવરની ફરતે આશરે બે લાખ હેકટર જમીન નવસાધ્ય થશે. જોકે, આ પ્રક્રિયા ધીમી રહીશે. સિંચાઈની સુવિધા મળશે ઉપરાંત ભાવનગર-અમદાવાદ વચ્ચે ઔદ્યોગિક વિકાસ વધશે, રહેણાંકી વસાહતોનો વિકાસ થશે.
ધોલેરા બંદરને પોર્ટ સિટી જાહેર કરાયું ત્યારે આ વિસ્તારમાં બંદરીય એકમો ક્ષેત્રોના ભવિષ્ય ઉજળી દેખાવા લાગ્યા હતા. તો કલ્પસરમાં નવા પ્રોજેક્ટ મુજબ હવે ભાવનગર તરફ જે ખાસ પાણીનું સરોવર થવાનું હતું. અને ટાઈડલ વીજળીનો પ્રોજેક્ટ હતો તે બન્ને આયોજન પડતા મુકવામાં આવ્યા છે. અને નવા આયોજન મુજબ ભાવનગર તરફ મીઠા પાણીનું સરોવર થશે. આ મીઠા પાણીનું સરોવર ૨૦૦૦ ચો.મી.માં થશે. મીઠા પાણીના આ સરોવરથી ચાર લાખ હેકટર નવી જમીનને પાણીનો લાભ મળશે. ઉપરાંત વર્ષે ૧૦ હજાર મેટ્રિક ટન માછલીઓ પેદા થશે.
આ મીઠા પાણીના સરોવરથી ૧૦,૦૦૦ મિલિયન મીટર એટલે કે એકહજાર કરોડ લિટર ઘનમીટર પાણીના જથ્થાનો સંગ્રહ થશે. બીજા શબ્દોમાં કહીએ તો આ જથ્થો ગુજરાતના ૧૯૩ ડેમમાં સંગ્રહી શકતા પાણીના કુલ જથ્થાના ૫૦ ટકા જેટલો ગણી શકાય. આ ઉપરાંત પોર્ટ સિટીને બદલે ભાલમાં વોટરસિટી વિકસાવવાનું આયોજન છે. ઉપરાંત સોલાર અને વન્ડિ પાવર વિકસાવવાનું આયોજન છે.
આમ, મીઠા પાણીના સરોવરને રાખવાનો નિર્ણય અને ખારા પાણીનું સરોવર રદ કરી અતિ ખર્ચાળ વીજ પ્રોજેક્ટ પડતો મુકવાના નિર્ણયથી ધોલેરા બંદરનું મૂળસ્થાન અને ત્યાં પોર્ટ સિટી વિકસાવી ભાલનો વિકાસ છેક ભાવનગર સુધી કરવાના સ્વપ્નને બદલે હવે ભાવમાં જ કલ્પસરનાં મીઠા પાણીના સરોવરને લીધે ‘વોટર સિટી’ વિકસાવવાનું આયોજન છે.
સૌરાષ્ટ્રને મહત્તમ લાભ...
આ મીઠા પાણીના સરોવરથી માત્ર ભાસ જ નહીં પણ સૌરાષ્ટ્રના છ જિલ્લાના ૩૯ તાલુકાઓની ૧૦.૫૪ લાખ હેકટર જમીનમાં સિંચાઈની સુવિધા સાથે નદીઓ જીવંત થશે અને ૬૦ થી વધુ હયાત બંધોને કાયમી ધોરણે પાણીથી ભરી શકાશે.