Advertisement
Home >> Saurashtra >> Latest News >> Surendranagar >> Vipul Chaudhary Ask Cooperative Activities Should

સહકારી પ્રવૃત્તિનું સરકારીકરણ ન થવું જોઇએ : વિપુલ ચૌધરી

Bhaskar News, Vadhvan | Aug 30, 2012, 00:55AM IST
 
 

ગુજરાત દિલ્હીને દરરોજ ૨૦ લાખ લિટર દૂધ પૂરું પાડે છે
વઢવાણ ખાતે મિલ્ક-ડેનું સંમેલન યોજાયું


દુષ્કાળના ડાકલા વાગી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ૧૦ લાખ પશુઓને ખાણદાણની વ્યવસ્થા થાય તે માટે સૂરસાગર ડેરી દ્વારા મિલ્ક-ડેનું આયોજન મંગલભુવન, વઢવાણ ખાતે કરાયું હતું. આ પ્રસંગે ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેન વિપુલ ચૌધરીએ જણાવ્યું કે, સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છના લાખો પશુધનને ખાણની વ્યવસ્થા કરાશે. સહકારી પ્રવૃત્તિનું સરકારીકરણ ન થવું જોઇએ. ગુજરાત દરરોજ દિલ્હીને ૨૦ લાખ લિટર દૂધ પૂરું પાડતા હવે બીજી નવી ડેરી બનાવાશે.

ઝાલાવાડમાં દુષ્કાળની સંભાવનાને પગલે ૧૦ લાખ અબોલ પશુઓને ઘાસચારા માટે રઝળપાટ કરવો પડે છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ૧.૨પ લાખ પશુપાલકોને રાહત થાય તે માટે જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ સંચાલિત સૂરસાગર ડેરી દ્વારા તા. ૨૯ ઓગસ્ટના રોજ મિલ્ક-ડેનું આયોજન વઢવાણ ખાતે કરાયું હતું. આ પ્રસંગે જિલ્લાભરમાંથી હજારો પશુપાલકો ઉપસ્થિત રહેતા ૧૦ લાખ પશુઓ માટે ખાણદાણનું વિતરણ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ પ્રસંગે સૂરસાગર ડેરીના ચેરમેન બાબાભાઈ ભરવાડે જણાવ્યું કે રાજય સરકાર પશુપાલકોના પશુપાલકોને ભૂખે મરવા નહીં દે. જિલ્લાના પશુપાલકોને સૂકુ અને લીલુ ઘાસ મળી રહે તે માટે આયોજન થઇ રહ્યું છે.

જ્યારે કાર્યક્રમના અધ્યક્ષ વિપુલ ચૌધરીએ જણાવ્યું કે,સહકારી પ્રવૃત્તિનું સરકારીકરણ ન થવું જોઇએ. સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છના લાખો પશુઓને પશુદાણ આપવાનો પ્રારંભ થયો છે. ગુજરાતે દૂધક્ષેત્રે શ્વેતક્રાંતિ સર્જીને અન્ય રાજ્યોને દૂધ પૂરું પાડે છે. દિલ્હીમાં દરરોજ ૨૦ લાખ લિટર દૂધ ગુજરાત આપી રહ્યું છે. આથી હવે દિલ્હીમાં બીજી નવી ડેરી બનાવવાનો નિર્ણય લેવાયો છે.ગુજરાતને દૂધક્ષેત્રે નંબર વન બનાવવું હશે તો કાઠિયાવાડ અને ઝાલાવાડને મહત્વ આપવું પડશે.

આ પ્રસંગે જિલ્લા સહકારી બેંકના ચેરમેન હરદેવસિંહ પરમાર,વાઇસ ચેરમેન મંગળસિંહ પરમાર, ધારાસભ્ય વર્ષાબેન દોશી, પૂર્વ ધારાસભ્ય ધનરાજભાઇ કેલા, જિલ્લા ભાજપ મહામંત્રી અનિરૂધ્ધસિંહ પઢિયાર, દિલીપભાઇ પટેલ, ધીરૂભાઇ સિંધવ સહિ‌તના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમને સફળ બનાવવા સૂરસાગર ડેરીના એકિઝક્યુટિવ
નડિયાદવાલા, મેનેજર કમભા મલીક, ખેરભાઈ સહિ‌ત ડિરેકટરો અને દૂધ મંડળીના હોદ્દેદારોએ જહેમત ઉઠાવી હતી.

સંમેલનમાં પશુપાલકોનાં હિ‌તમાં માગણી

પશુપાલકોને ૪ ટકાના દરે ધિરાણ આપવું.
દૂધના ટેકાના ભાવ આપોનો નારો લગાવાયો
જી.યુ.એલ.ડી.સી.ની તમામ મિલકતો ફેડરેશનને આપવા માગણી.
તમામ મહિ‌લાઓને ડેરીના સભાસદ ભેદભાવ વગર બનાવવા.
દુષ્કાળમાં કેટલ કેમ્પ ખોલવવાની માગ.
પશુઓને લીલો અને સૂકો ઘાસચારોનું વિતરણ કરવા રજૂઆત.
 
 
 

Your Opinion
 
 
Code:
4 + 9

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment