વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ગુરૂવારે શ્રીકૃષ્ણ જન્મોત્સવની અયોધ્યામાં રામમંદિરના નિર્માણની પ્રતિજ્ઞા સાથે રંગદર્શી ઉજવણી કરાશે. આ પ્રસંગે મટકીફોડ અને શોભાયાત્રાઓ યોજાશે.
શહેરના વડવા તલાવડીમાં શિવાજી ચોક ખાતે પાનવાડી, રામજી મંદિર સામે, ભરતનગરમાં હસમુખા હનુમાનજી ખાતે અને ભગાતળાવ ખાતે સવારે ૧૦ કલાકે રંગદર્શી શોભાયાત્રા ફરશે. વિવિધ વિસ્તારોમાં મટકીફોડ કાર્યક્રમ રાખેલ છે. વિહપિ દ્વારા આ ઉત્સવ સ્થાપના દિવસના સ્વરૂપમાં ઉજવાશે. આ વિસ્તારોમાં મનમોહક ગેટ ઊભા કરાયા છે.
આ ઉપરાંત રાધામંદિર ચોક, ગઢેચી વડલા અને બોરતળાવમાં પણ શ્રીકૃષ્ણ જન્મોત્સવ ઉજવાશે. જેમાં ધર્મપ્રેમીઓને હાજર રહી મંદિર નિર્માણના હનુમંત શક્તિ જાગરણના કાર્યક્રમમાં પ્રતિજ્ઞાપૂર્વક હનુમાન ચાલીશાના પાઠ કરીને શક્તિને ઉજાગર કરવા જિલ્લા મંત્રી જીતુભાઈ ગોંડલીયાની યાદીમાં જણાવાયું છે.