છેલ્લા એકથી દોઢ મહિનાથી ભાવનગરના ખાનગી અને સરકાર દવાખાનાઓ દર્દીઓની ઉભરાઈ રહ્યાં છે. તાવ, ઉધરસ અને શરદીના વાયરાથી લોકો ભારે પરેશાનીમાં મૂકાયા છે. ડેન્ગ્યુ, સ્વાઈન ફલૂ જેવા રોગોએ પણ માથું ઉંચકતા આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું છે.
ગરમી, ઠંડી અને વરસાદ સાથે ભેજની વધ-ઘટથી અનેક પ્રકારના રોગોએ માથુ ઉંચકર્યું છે. તાવ ઉધરસ અને શરદીના રોગ સામાન્ય બની ગયા હોય તેમ દર્દીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ૧લી ઓગસ્ટથી સર ટી. હોસ્પિટલમાં સારવાર લીધેલા દર્દીઓમાં સરેરાશ ૫૦ થી વધીને ૧૨૫ સુધી પહોંચવા જઈ રહ્યાં છે.
વધુ પડતી શરદી, ઉધરસ અને તાવ સ્વાઈન ફલૂના રોગને પણ આવકારી શકે તેવી પરિસ્થિતિ ઉદ્દભવી છે. તહેવારની સિઝન સાથે દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. જેથી લોકોની મુંઝવણ પણ વધી ગઈ છે. તંત્ર દ્વારા પગલા ભરવા માંગણી ઉઠી છે.
સતત વધતા ભેજથી વાયરસ રોગચાળો વધ્યો
છેલ્લા કેટલાંક વખતથી ભેજનું પ્રમાણ સતત વધેલું રહ્યું છે. જેથી વાઈરસ રોગોનું પ્રમાણ વધ્યું છે ખાસ કરીને શરદી, ગળાનું ઈન્ફેકશન, કાન-નાકનું ઈન્ફેકશન, તાવ વિ. પ્રસરે છે. બાળકોમાં ન્યુમોનિયાના કેસોમાં ૩૦ ટકા ઝાડા ઉલટી, ટાઈફોડ અને કમળાના કેસમાં ૧૦ થી ૧૨ ટકા અને મચ્છરથી ફેલાતા મેલેરિયામાં ૧૦ થી ૧૫ ટકાનો વધારો થયો છે ત્યારે કફ, શરદી, ખાંસી થી માંડીને ડેન્ગયુ સુધીના રોગચાળામાં ત્વરિત નિદાન-સારવાર જરૂરી છે. ઘરે બેસી ઉંટવૈધ્યુ કરવામાં ક્યારેક તબિયત વધુ બગડે છે.
રોગચાળાથી બચવા આટલું યાદ રાખો
ઘરની આસપાસ પાણીનો સંગ્રહ થવા દેવો નહીં
ઉકાળેલું પાણી જ પીવું
વાસી, બહારનો અને ઠંડો ખોરાક ખાવામાં લેવો નહીં
ઘરમાં મચ્છરદાનીનો ઉપયોગ કરવો.
ઠંડાપીણા કે ફ્રજિનો ખોરાક ખાવો નહીં.