પ્રદર્શન સ્થળે ૧૧ કુંવારીકાઓ દ્વારા મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીનું ગુલાબની પાંદડીઓથી અભિવાદન કરાશે
શાંતિ, એકતા અને સૌહાર્દથી જ સર્વાંગી વિકાસ શક્ય બને છે. સામાજિક સમરસતા અને પરસ્પર ઐકયની ભાવનાને વધુ મજબૂત બનાવવા તથા સમાજમાં સદભાવનાનું વાતાવરણ નિર્માણ થાય તેવા હેતુસર સદભાવના મિશનનો કાર્યક્રમ રાજ્ય સરકારે અમલમાં મૂક્યો છે. જે અન્વયે તા.૧૦મી ફેબ્રુઆરીના રોજ મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી સદભાવના મિશન અન્વયે ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે એક દિવસના પ્રતિકાત્મક ઉપવાસ કરશે. આ કાર્યક્રમને વ્યાપક પ્રમાણમાં જનસમર્થન પણ મળી રહ્યું છે.
પાલીતાણા સ્થિત બલૂન વાડી ખાતે યોજાનાર આ સદભાવના મિશનમાં મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના આગમન વેળા પ્રદર્શન સ્થળે ૧૧ કુંવારીકાઓ દ્વારા ગુલાબની પાંદડીઓથી તેમનું અભિવાદન કરાશે. જ્યારે મુખ્ય સ્ટેજ પર પરંપરાગત વસ્ત્રોમાં સજજ વિદ્વાન બ્રાહ્નણો દ્વારા શંખનાદ અને વૈદિક મંત્રોચ્ચાર સાથે મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કરાશે.