પાલિતાણા ખાતે યોજાનાર સદભાવના મિશન કાર્યક્રમમાં
જિલ્લાવાસીઓને પ્રદર્શન નિહાળવા અનુરોધ
ભાવનગર જિલ્લાના પાલિતાણા ખાતે તા.૧૦મી ફેબ્રુઆરીના રોજ યોજાનાર સદભાવના મિશન કાર્યક્રમના ભાગરૂપે કાર્યક્રમના સ્થળે બલૂન વાડી ખાતે જિલ્લાના વિવિધ વિભાગો દ્વારા તસવીરો, સ્ટેચ્યુ સહિત માહિતીપ્રદ વિગતો સાથેના પ્રદર્શન ગોઠવવામાં આવ્યા છે.
રાજ્ય સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓ, રાજ્યમાં થયેલા વિકાસ સહિત વિવિધ ક્ષેત્રે રાજ્યમાં થયેલી પ્રગતિ, કૃષિ, જળસંચય, વન્ય જીવન, પ્રવાસન સહિત અનેકવિધ પાસાઓને આવરી લેતી વિવિધ થીમ આધારિત આ પ્રદર્શન કક્ષમાં વન વિભાગ, વિસ્તરણ વિભાગ, કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન દ્વારા હાઇટેક નર્સરી, પાવન વનની સીડીનું નિદર્શન તેમજ સાવજના અવાજથી નીલગાયને ભગાડતી લાઇવ ડેમો અને કાળિયાર સરક્ષણનું મોડેલની થીમ, ખેતીવાડી વિભાગ તથા નાયબ બાગાયત નિયામકની કચેરી દ્વારા ગ્રીન હાઉસ, નેટ હાઉસ તેમજ કોટન પેકીગ મશીન અને ખેડૂતોને મળતા લાભોની થીમ, કલ્પસર યોજના દ્વારા ભાવનગર જિલ્લાની કલ્પસર યોજનાના આયોજનના મોડેલની થીમ, જિલ્લા જળસ્ત્રાવ વિકાસ એકમ દ્વારા ભાવનગર જિલ્લાના તાલુકાઓમાં ચાલતી પાણી સંગ્રહના મોડલની થીમ, સિંચાઇ યોજના દ્વારા પાલીતાણા શેત્રુંજી તથા પીપાવાવ યોજનાના મોડલની થીમ, પાણી પુરવઠા બોર્ડ દ્વારા ભાવનગર જિલ્લામાં મહી પરીએજ યોજના દ્વારા પાણી પુરૂં પાડતી યોજનાના મોડલની થીમ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા મિશન મંગલમ્ હેઠળ ભરત ગુંથણ તથા સખી મંડળની વિવિધ પ્રવૃત્તિઓનું લાઇવ ડેમો, જિલ્લા પંચાયત આઇ.સી.ડી.એસ. વિભાગ દ્વારા જુદી જુદી વાનગીઓનો લાઇવ ડેમો, મધર ડેરી, ભાવનગર દ્વારા દૂધના લાભો, પશુપાલન વિભાગ દ્વારા ઘનિષ્ટ પશુ સુધારણા અન્વયેના મોડલની થીમ, ગુજરાત એગ્રો દ્વારા ગોબર ગેસ પ્લાન્ટનું લાખાવાડ ખાતેનું મોડેલ, સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન રીસર્ચ, ભાવનગર દ્વારા મીઠા પાણી બનાવવાના મોડલની થીમ, બોરોન ઇનોવેશન્સ પ્રા.લી. દ્વારા પર્યાવરણની જાળવણી સાથે એન્ઝાઇમ દ્વારા કચરાનું વૈજ્ઞાનિક ઢબે વિઘટન અને કુદરતી માટીમાં બાંધકામ કરવાની આધુનિકતમ પ્રક્રિયાના મોડલની થીમ, ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી, ભાવનગર દ્વારા સ્વામી વિવેકાનંદ તથા કૃષ્ણકુમારસિંહજીનું ચીરોડી દ્વારા ચિત્ર પ્રદર્શનની થીમ, રેડક્રોસ સંસ્થા દ્વારા ચક્ષુદાન, દેહદાનની માહિતી સાથેની થીમ, પી.જી.વી.સી.એલ. દ્વારા ઉર્જા બચાવવા તથા રક્ષણ અંગે લાઇવ ડેમો, ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા વેસ્ટ ડિસ્પોઝલ ઓફ બાયો મેડીકલ મોડલ તથા ગ્લોબલ વોર્મિંગ અને પીપાવાવના મોડલની થીમ તેમજ ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા લોકગેટ તથા કાપ સાફ કરવા બાબતની થીમ આધારીત પ્રદર્શન રજુ કરવામાં આવશે.
ભાવનગરના લોકોને પાલિતાણા સ્થિત બલૂન વાડી, તળેટી રોડ ખાતે યોજાનાર આ પ્રદર્શનોની મુલાકાત લેવા જિલ્લા વહિવટીતંત્ર દ્વારા એક અખબારી યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે.