- ગતરાત્રીના એક દિપડાએ શેરીમાં રખડતા બે કુતરાઓને ફાડી ખાધા‘તા
ધારી તાલુકાના દલખાણીયા ગામે આવેલ એક વાડીમાં આજે સવારના સુમારે બે સાવજો આવી ચડયા હતા અને એક પાડીનું મારણ કરી મજિબાની માણી હતી. આ સાવજો આખો દિવસ અહી રોકાયા છે. આ ઉપરાંત ગતરાત્રીના ગામમાં એક દપિડો આવી ચડયો હતો અને શેરીમાં રખડતા બે કુતરાઓનો શિકાર કર્યો હતો.
પ્રાપ્ત વિગત અનુસાર ધારી તાલુકાના દલખાણીયા ગામે આજે સવારના સાતેક વાગ્યાના સુમારે બે સાવજો રાજુભાઇ યાદવની વાડીએ આવી ચડયા હતા અને એક પાડીનો શિકાર કરી નિરાંતે મજિબાની માણી હતી. આ સાવજો આખો દિવસ અહી રોકાયા હોવાનું જાણવા મળેલ છે. મારણના સમાચાર ગામમાં પ્રસરતા લોકો સિંહ દર્શન કરવા ઉમટી પડ્યા હતા.
આ ઉપરાંત ગતરાત્રીના પણ દલખાણીયા ગામમાં એક દપિડો આવી ચડયો હતો અને શેરીમાં રખડતા બે કુતરોઓને ફાડી ખાધા હતા.
દલખાણીયા જંગલની નજીક આવેલુ હોય અહી દરરોજ સિંહો ગામમાં આવી ચડે છે. અને દુધાળા પશુઓનો શિકાર કરે છે. ગામમાં સાવજો આવી ચડતા અને આખો દિવસ ધામા નાખતા ગામ લોકોમાં ફફડાટ ફેલાયો હતો.