જન્માષ્ટમી નજીક આવતા રાજકોટની બજારો રમકડાંઓથી છલકાવા લાગી છે. રાજકોટના રમકડાંના વેપારીએ જણાવ્યું છે, આ મહિનામાં R ૧૦ થી ૧૨ કરોડનું વેચાણ થાય છે. આ વર્ષે શરૂઆતમાં જ સો ટકા સારું વેચાણ છે. રાજકોટની બજારમાં અલગ-અલગ રમકડાંઓ જોવા મળી રહ્યા છે.
પ્લાસ્ટિક, ચાઇનીઝ, બેટરીવાળા, પેટ્રોલવાળા, વૂડન, કાટુgન કેરેક્ટર, સ્પાઇડરમેન સહિતના ટોયસ બજારમાં ઉપલબ્ધ છે. R ૫ થી ૧૫,૦૦૦ સુધીની કિંમતમાં લોકો પોતાના બાળકો માટે ખરીદે છે. સાથે બ્રાન્ડેડ રમકડાંને ખરીદવાનો એટલો જ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.
રાજકોટના રમકડાંના વેપારી કમલેશભાઇ દોશીએ જણાવ્યું હતું કે, અનેક પ્રકારના રમકડાંઓ બજારમાં વર્ષોથી ઉપલબ્ધ છે, આજથી થોડા વર્ષો પહેલા ઇલેક્ટ્રોનિક્સનો ક્રેઝ ઓછો હતો. પરંતુ અત્યારે બાળકો ટી.વી.માં આવતા રમકડાંઓ વધારે પસંદ કરે છે. તેમાં પેટ્રોલ, બેટરીથી ચાલતા હેલિકોપ્ટર, સ્ટંટ કાર, અને બ્રાન્ડેડની ડિમાન્ડ વધી છે. તહેવારની શરૂઆત સાથે જ બાળકોમાં રમકડાં ખરીદવાનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રૂ.૩૦-૪૦માં તો સાવ સામાન્ય રમકડાં આવે છે. બાકી રૂ.૨૦૦-૩૦૦ થી થોડા વ્યવસ્થિત રમકડા મળવાની શરૂઆત થાય છે.
લાકડાં કે પતરાના પરંપરાગત રમકડાં ગ્રામ્ય વિસ્તારના મેળા સિવાય ક્યાંય દેખાતા નથી. રાજકોટના રમકડાંના વેપારીએ જણાવ્યું હતું કે, આજના હાઇટેક યુગમાં અલગ-અલગ સ્ટાઇલના રમકડાં આવી રહ્યા છે. રાજકોટના લોકો વૂડનથી લઇને ઇલેક્ટ્રોનિક્સ રમકડાં ખરીદવા આકષૉયા છે. આ વર્ષે નવા રમકડાંઓ પણ એટલા જ આવ્યા છે. અપ-ડાઉન લાઇટિંગ કાર, લેપટોપ, મોબાઇલ જેવા રમકડાંઓનું વેચાણ પણ સારું છે.