Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Saurashtra >> Latest News >> Bhavnagar City
 

શ્રીકૃષ્ણ જન્મોત્સવની આજે થશે ધર્મોલ્લાસભેર ઉજવણી

 
Source: Bhaskar News, Bhavnagar   |   Last Updated 1:18 AM [IST](02/09/2010)
 
 
 
 
 
શહેર-જિલ્લામાં જામશે લોકમેળાની રંગત : સાંજે મટકીફોડ બાદ રાત્રે ૧૨ના ટકોરે જન્મોત્સવની થશે ઉજવણી

શ્રાવણ સુદ-આઠમ એટલે સમગ્ર વિશ્વને અસૂરો અને અધર્મીઓના પંજામાંથી મુક્ત કરી ધર્મનું પુન:સ્થાપન કરનારા પૂર્ણ પુરૂષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણના જન્મનો દિવસ જન્માષ્ટમીનું પર્વ આ વર્ષે તા.૧૪ ઓગસ્ટને શુક્રવારે ભાવનગર શહેર સહિત સમગ્ર ગોહિલવાડ પંથકમાં પરંપરાગત ધર્મોલ્લાસભેર ઉજવાશે.

શહેર-જિલ્લામાં જન્માષ્ટમીની ઉજવણી માટે ઘેર-ઘેર અનેરો આનંદ-ઉમંગ જોવા મળે છે. શુક્રવારે રાત્રે ૧૨ના ટકોરે ‘‘નંદ ઘેર આનંદ ભયો... જય કનૈયાલાલ કી....’’ના ગગનભેદી નારા સાથે શ્રીકૃષ્ણ જન્મની ઉજવણી થશે.

ભાવનગર શહેર-જિલ્લામાં શ્રાવણ સુદ આઠમને શુક્રવારે સવારે શહેર જિલ્લામાં શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણીના ભાગરૂપે ઠેર-ઠેર લોકમેળાની રંગત જામશે. ભાવનગર શહેરમાં બોરતળાવના કાંઠે અને રૂવાપરી માતાજીના મંદિરનાં પટાંગણમાં લોકમેળામાં હજારો ઉત્સવપ્રેમી પ્રજાજનો આવશે.

ભાવનગર શહેરમાં વિ.હિ.પ. દ્વારા મટકીફોડના કાર્યક્રમ યોજાયા છે. ગીતાચોક, ભરતનગર જેવા વિસ્તારોમાં ઉમંગ-ઉત્સાહ સાથે મટકીફોડ સહિત જન્મોત્સવની ઉજવણી થશે. સાંઈબાબાનું મંદિર (મેઘાણીસર્કલ), વડવા, સરદારનગર વિ. વિસ્તારોમાં પણ રાત્રે ૧૨ના ટકોરે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણી થશે. મહાઆરતી દ્વારા ભાવિકોની ઉપસ્થિતિમાં ‘નંદ ઘેર આનંદ ભયો... જય કનૈયાલાલ કી...’, ‘હાથી ઘોડા પાલખી, જય કનૈયા લાલ કી’’ના નારા વચ્ચે શ્રીકૃષ્ણનો જન્મોત્સવ ઉજવાશે અને પંજરીની પ્રસાદી વહેંચાશે. આ પૂર્વે મટકીફોડના કાર્યક્રમ યોજયા છે.

જન્માષ્ટમીના પર્વે શહેર-જિલ્લામાં લોકમેળાની રંગત જામશે. શહેર ઉપરાંત સિહોર ખાતે ગૌતમેશ્વર મહાદેવના પટાંગણથી લઈ છેક ટાણા રોડ સુધીના રસ્તે ભવ્ય લોકમેળો ભરાશે. બોટાદમાં પાળીયાદ રોડ, કૃષ્ણનગર તળાવના પટમાં લોકમેળામાં હજારો ભાવિકો ઉમટશે. મહુવામાં ભુતનાથ મહાદેવના મંદિરે લોકમેળો ભરાશે.

તળાજામાં ગોપનાથના દરિયાકાંઠે મેળો ભરાશે. પાલીતાણામાં પણ તળેટીમાં મેળામાં ભાવિકો ઉમટશે.
આમ, લોકમેળાની મોજ-મજા માણી શુક્રવારે રાત્રે મટકીફોડ બાદ મહાઆરતી, સ્તુતિ-ગાનના અંતે ૧૨ વાગ્યાના ટકોરે પૂર્ણ પુરૂષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની આનંદ-ઉમંગભેર ઉજવણીથશે.
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
5 + 5


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.