ભાવનગર : આ.ભ.શ્રીમદ વિજય નેમિસૂરિશ્ર્વરજી મસા સમુદાયના હાલ કદંબગિરી તીર્થ ખાતે બિરાજમાન ગચ્છનાયક આભ શ્રીમદ વિજયહેમચંદ્રસૂરીશ્વરજી મસા તા ૧૨ મહા વદ-૫ રવિવારના શુભ દિવસે સંયમ જીવનના ૬૩ વર્ષ પૂર્ણ કરી ૬૪મા વર્ષમાં મંગલ પ્રવેશ કરશે.તેમણે માત્ર ૧૨ વર્ષની નાની ઉંમરે સંવત ૨૦૦૫માં દીક્ષા લીધી હતી. ત્યારબાદ ક્રમશ: તેમના સંસારી બહેન, નાના ભાઇ, માતા તથા પિતા એમ એક જ કુટંબમાંથી એમ પાંચ-પાંચ દીક્ષાઓ થઇ હતી.
હેમચંદ્રમસાને આચાર્યપદની પદવી ૧૦ આચાર્યભગવંતોની નિશ્રામાં અપાઇ હતી. તે વખતે તેમના માતા-પિતા-ભાઇ અને બહેન બધા જ સંયમ જીવનમાં હતા, જે એક વિરલ ઘટના કહી શકાય.