ગત વર્ષે છે ક નવેમ્બર સુધી થયેલા વરસાદને લીધે રાજકોટમાં આવખતે બોર અને ડંકી માર્ચ માસના મધ્યભાગ સુધી ડૂક્યા નથી અને ભૂગર્ભ જળની આ સ્થિતિ જાળવી રાખવી હોય તો તેનો બચાવ અનિવાર્ય છે. તિલક હોળી જેવા વિચારથી જળની બચત થઇ શકે તે નિવિવાદ છે.
શહેરની જળ સમસ્યા અંગે ઇન્ટેક નામની કંપનીએ કરેલા સર્વે મુજબ રાજકોટની આસપાસ ભૂગર્ભ જળનું પ્રમાણ યોગ્ય ન હતું. કૂવાઓ અને બોર પણ આસપાસના જળાશયોપર આધારીત હતા કૂવાનું ઉંડાણ જમીન સપાટીથી ૧૦થી ૪૨ મીટર હતું. પાણીની સપાટી ૪ થી ૧૮ મીટર ઉંડે હતી. આજી નદી રાજકોટ માટે જળ સ્ત્રોત તરીકે જરા પણ ઉપયોગી નથી. અહીં ગ્રાઉન્ડ વોટર રિસોર્સનું ૪૬.૦૯ મિલિયન કયૂબિક ફિટ પાણી વર્ષે ઉપયોગમાં આવે છે.
જે રીતનું અહીં ભૂસ્તર છે તે જોતા ગ્રાઉન્ડ વોર મળવું સહેલું નથી ત્યારે ધૂળેટીના તહેવારમાં પાણીનો વ્યય થાય અને પછી જો ભૂગર્ભ ઉલેચીએ તો કુદરતી સ્ત્રોતનો પણ મોટો વ્યય થયો ગણાય ભૂગર્ભ જળ બચાવવા તિલક હોળીશ્રેષ્ઠ વિચાર છે.