Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
 

સમગ્ર ગુજરાતમાં ચર્ચા જગાવી છે આ ઝાલરીયા પથ્થરે

 
 
 
Source: Bhaskar News, Babara   |   Last Updated 4:36 AM [IST](04/02/2012)
 
|  
 
 
1 of 3 Photos
સમગ્ર ગુજરાતમાં ચર્ચા જગાવી છે આ ઝાલરીયા પથ્થરે
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
9 + 1



- પાંચાળ પ્રદેશમાં રણકતો ઝાલરીયો

- વૈજ્ઞાનિક અને ધાર્મિક દ્રષ્ટીએ ખુબજ મહત્વ ધરાવે છે

- બાબરા તાલુકાના કરિયાણા ગામે એક નાનકડા ડુંગર પર આ પથ્થર આવેલો છે

બાબરાનાં કરિયાળામાં ઝાલરની માફક રણકતો ઝાલરીયો પથ્થર લોકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ત્યારે સમગ્ર ગુજરાતમાં પાંચાળ પ્રદેશ તરીકે પ્રસિધ્ધ થયેલ બાબરા તાલુકાના કરિયાણા ગામે એક નાનકડા ડુંગર પર આ પથ્થર આવેલો છે.

અમરેલી જિલ્લાના બાબરા શહેરથી માત્ર છ સાત કિલોમીટર દૂર આવેલ કરિયાણા ગામની નજીક જ ગ્રેનાઈટ પથ્થરનો નાનો એવો ડુંગર બનેલો છે.

આ ડુંગર પર ગ્રેનાઈટના ઘણા પથ્થરો છે. પરંતુ ઝાલરીયો પથ્થર એક જ એવો પથ્થર છે જે ઝાલરની માફક રણકે છે જેના લીધે ઘણી સંખ્યામાં લોકો આ પથ્થરનો ચમત્કાર જોવા ઉમટી પડે છે. આ પથ્થરની સાથે ધાર્મિક અને વૈજ્ઞાનિક વિગતો પણ વણાયેલી છે.

અહિના લોકોનાં મંતવ્યો પ્રમાણે લગભગ ૨૫૦ વર્ષ પહેલા ભગવાન સ્વામિનારાયણ ફરતા ફરતા આ ડુંગર પર પહોંચ્યા હતા અને સાંજના સમયે સંધ્યાકાળની આરતી કરવા તેમણે બે ગ્રેનાઈટ પથ્થરો એકબીજાને અથડાવતા ઝાલર જેવો અવાજ આવવા લાગ્યો હતો ત્યારથી લઈને આજદિન સુધી સ્વામિનારાયણ સંપ્રદાયના ભકતો માટે આ સ્થળ આસ્થાનું પ્રતિક બની જવા પામ્યું છે. ઝાલરીયા પથ્થરનું ધાર્મીક મહત્વની સાથે સાથે વૈજ્ઞાનિક મહત્વ પણ ખુબ જ મોટું છે.

આ ઝાલરીયા પથ્થરને વૈજ્ઞાનિક રીતે જોઈએ તો ગ્રેનાઈટના બનેલા પથ્થરના લીધે તેમાંથી મોટો રણકાર સંભળાય છે પરંતુ કુતૂહલ તો ત્યારે સર્જાય છે કે, જ્યારે આ વિસ્તારમાં આવા ગ્રેનાઈટના પથ્થરોની સંખ્યા ઘણી છે. પરંતુ તે માંથી કોઈપણ જાતનો અવાજ સંભળાતો નથી જ્યારે ઝાલરીયા પથ્થરમાંથી ઝાલર જેવો રણકાર સંભળાય છે.

સમગ્ર ગુજરાતમાં આ ઝાલરીયા પથ્થર વિશે ચર્ચા જાગી છે. ત્યારે અહિંથી પસાર થતા મુસાફરો ઝાલરીયા પથ્થરને જોવાનું ચુકતા નથી.


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Sexually Charged Photography
Veena Malik: Sexy Babe
Just Added

गरमी से परेशान... दुपट्टे का सहारा
इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
 
 
 
 
 



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.