જૂનાગઢનાં ઔદ્યોગિક વિસ્તાર જીઆઇડીસી-૨માં આવેલા એક સીંગદાણાનાં કારખાનામાંથી પોણા લાખની રોકડ રકમની ચોરી થવા પામતા કારખાનેદારોમાં ગભરાટ છવાઇ ગયો છે. પોલીસે આ ચોરીનો ભેદ ઉકેલવા તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે.
આ બનાવની મળતી વિગત મુજબ શહેરનાં ઔદ્યોગિક વિસ્તાર જીઆઇડીસી - ૨માં આવેલા મીલન સીડઝ નામનાં સીંગદાણાનાં કારખાનાનાં અજાણ્યા શખ્સોએ શટ્ટરનાં તાળા તોડી અંદર પ્રવેશી ટેબલનાં ખાનામાંથી R ૭પ૪૦૦ની રોકડ રકમની ચોરી કરી ગયા હતા. કારખાનાનાં માલિક ભરતભાઇ ભોગીલાલ ગાંઠાણી આજે સવારે પોતાના કારખાનાએ જતાં અને રોકડ રકમની ચોરી થયેલી હોવાનું માલુમ પડતા એ ડિવિઝન પોલીસમાં અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. આ બનાવમાં પીઆઇ એન.બી. ચુડાસમાએ એફએસએલ અને ડોગ સ્કર્વોડની મદદથી ચોરીનો ભેદ ઉકેલવા તપાસનાં ચક્ર ગતિમાન કર્યા છે.