Advertisement
Home >> Saurashtra >> Latest News >> Bhavnagar City >> Theft Over Ship Breaker's Rigorous

અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં ચોરી મુદ્દે શિપબ્રેકરો આકરા પાણીએ

Bhaskar News, Bhavnagar | Aug 30, 2012, 04:25AM IST
 
 

- સાગમટે ૬૬ શિપબ્રેકરોએ નોંધાવેલી ફરિયાદ પૈકી માત્ર ૩ એફઆઇઆર નોંધી સંતોષ માનતી પોલીસ

- શિપબ્રેકરો કડક કાર્યવાહી માટે મક્કમ


અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં આવેલા પ્લોટમાંથી રાત્રિ દરમિયાન ચોરીના સતત વધતા જતા બનાવો અને ચોરની ટોળકી દ્વારા કરવામાં આવી રહેલા જીવલેણ હુમલાથી ત્રસ્ત શિપબ્રેકરો દ્વારા મંગળવારે નોંધાવવામાં આવેલી ૬૬ ફરિયાદો પૈકી ૩ એફઆઇઆર નોંધવામાં આવી હતી, પરંતુ બુધવારે એકપણ વધુ એફઆઇઆર નહીં નોંધવામાં આવતા શિપબ્રેકરોમાં રોષ વ્યાપી ગયો હતો, અને તમામ શિપબ્રેકરોની એફઆઇઆર નોંધવામાં નહીં આવે તો ગાંધીનગર સુધી ફરિયાદ કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

મંગળવારે શિપ રીસાયકલિંગ એસોસિએશન ઓફ ઇન્ડિયાના ઉપક્રમે અસરગ્રસ્ત તમામ શિપબ્રેકરોએ એકસાથે અલંગ પોલીસ સ્ટેશનમાં જઇ ફરિયાદો લખાવી હતી. ફરજ પરના કર્મચારી દ્વારા ૬૬ ફરિયાદ પૈકી મંગળવારે ૩ એફઆઇઆર નોંધી અને તપાસની કાર્યવાહી આગળ ધપાવવામાં

આવી હતી. પરંતુ માત્ર ૩ એફઆઇઆરથી સંતોષ નહીં માની અને બુધવારે બાકી બચેલી ૬૩ પૈકી એકપણ એફઆઇઆર નોંધવામાં નહીં આવતા શિપબ્રેકરોમાં રોષ ફેલાયો હતો. શિપબ્રેકરોએ દ્વારા તમામ એફઆઇઆર નોંધવા મક્કમ નિર્ધાર જાહેર કરેલ છે.

- પેટ્રોલિંગ વધારી દીધુ છે

શિપબ્રેકિંગ યાર્ડમાં ચોરીના બનાવો અટકાવવા માટે અલંગ પોલીસ, એલસીબી અને અન્ય પોલસના સહકારથી રાત્રિ પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે. શિપબ્રેકરોએ મંગળવારે સ્ટેશન ડાયરીમાં નોંધાવેલી ૬૬ ફરિયાદો પૈકી ૩ એફઆઇઆર ગઇકાલે નોંધવામાં આવી હતી, અને બાકીની કામગીરી અંગે હવે કાર્યવાહી કરવામાં આવશે.
એસ.વી.આચાર્ય, પીએસઆઇ, અલંગ
 
 
 

Your Opinion
 
 
Code:
7 + 1

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment