હળવદ કોર્ટની ઇમારત ઘણા સમયથી જર્જરિત છે. આ જર્જરિત ઇમારત બાબતે અનેક રજૂઆત કરવા છતાં કોઇ પગલા ન લેવાતા વકીલો અને અસીલોમાં રોષની લાગણી ફેલાઇ હતી. ત્યારે ગુરૂવારના રોજ ચાલુ કોર્ટે અચાનક ગાબડુ પડતા વકીલો અને અસીલોમાં દોડધામ મચી ગઇ હતી.
હળવદના ટીકર રોડ પર કોર્ટ સંકુલ આવેલુ છે. ત્યારે બપોરના સમયે ચાલુ કોર્ટે એકાએક જજના પ્રવેશદ્વાર સમક્ષ ગાબડુ પડતા વકીલો અને અસીલોમાં દોડધામ મચી ગઇ હતી.
સદ્દભાગ્યે આ બનાવમાં કોઇ જાનહાની થઇ ન હતી. હળવદ બાર એસોસિયેશન દ્વારા કોર્ટની જર્જરિત ઇમારત અંગે પીડબલ્યુડીમાં અનેકવાર રજૂઆત કરવા છતાં કાગમીરી હાથ ધરાતી નથી. આથી હળવદ વકીલ મંડળ દ્વારા સવૉનુમતે ઠરાવ કરી ગાબડાની ઘટના અંગે રોષ વ્યક્ત કરાયો હતો.