કેન્દ્રીય ગૃહમંત્રી પી. ચીદમ્બરમના ભગવા આતંકવાદ શબ્દની ટીપ્પણી સામે શૌર્યગાથા સેવા સમાજ દ્વારા ઘોઘારોડ પર શિવાજી સર્કલ ખાતે આવેલા નટરાજ કોમ્પલેક્ષ ખાતે ધરણા કરવામાં આવ્યા હતા. ગૃહમંત્રીએ ઉચ્ચારેલ શબ્દ ભગવો એ માત્ર કલર કે કોઈ જ્ઞાતિ, કોમ કે સંપ્રદાય નહિ પરંતુ હિન્દુસ્તાનની ખમીરનું પ્રતિક છે.
હિન્દુસ્તાનની એકતાનું પ્રતિક હોય તેઓએ ભગવા શબ્દનો પ્રયોગ કરીને ભારતની આઝાદી પ્રાપ્તકરવાના સમયે અને સત્ય માટે હંમેશા લડીને શહિદ થનાર તેમજ દેશની એકતા માટે બલિદાન આપનાર સમગ્ર ભારતીયોનું અપમાન કર્યું હોય આગેવાનોએ આ અંગે આકરા પ્રહારો કરીને ચીદમ્બરમે ભારતના ખમીર ઉપર વ્રજઘાત કરેલ હોય ગૃહપ્રધાને ભારતના લોકોની માફી માંગવી જોઈએ તેમ જણાવ્યું હતું.
આમ સમગ્ર દેશની માફક ભાવનગરમાં પણ ભગવા આતંકવાદની કેન્દ્રિય ગૃહ મંત્રીની ટિપ્પણી સામે ઘેરા પડઘા પડ્યા છે. જેમાં શૌયગાથા સેવા સમાજના આગેવાનોએ તો ધરણા કરી રોષ વ્યક્ત કર્યો હતો.