- જિંદગીમાં પ્રેમ કરતા પણ કેરિયર વધુ મહત્વની
- શુદ્ધ સોનુ તપીને કસોટી આપે છે તેમ પ્રેમીઓએ વિરહની કસોટી પાર કરવી જોઈએ
પ્રેમ કરૂ છુ હું તને પ્રેમ કરૂં છું,
જાણુ નહિ કે કેટલો ને કેમ કરૂ છું,
વધતો રહે છે સ્હેજ પણ ઘટતો નથી,
છલકાતો જાય છે હું જેમ જેમ કરૂં છું.
બિઝનેસમાં કોઈ ટૂંકા ગાળાનો લાભ લેવાને બદલે લાંબા ગાળાની પરિસ્થિતિ અંગે પણ વિચાર કરવો જોઈએ. ટાર્ગેટ પુરો કરવાની લ્હાયમાં કંપનીને કે પ્રોડકટ અથવા બ્રાન્ડને નુકશાન થાય તેવા પગલા ન ભરવા જોઈએ.
મેનેજેમેન્ટ ગુરુઓનુ માનવુ છે કે ધંધામાં પ્રેસ્ટીજના ભોગે પ્રોફિટ ક્યારેય ન મેળવવો જોઈએ. કોઈ વસ્તુમાં તુરતમાં દેખીતો લાભ હોય પણ લાંબા ગાળે જો તે પગલા નુકશાનકારક બનવાના હોય તો ટૂંકા ગાળાના લાભને જતો કરવો જોઈએ. સંસારમાં આ વાત ખાસ કરી ટીનએજના યુવાનોએ સમજવાની છે. પ્રેમ ક્યારેક માત્ર વિજાતીય આકર્ષણ જ હોય છે.
એક યુવતી કોલેજમાં પગ મુક્તાની સાથે જ એક યુવાનના પ્રેમમાં પડી અને છ મહિનામાં બન્ને પરણી પણ ગયા. લગ્ન પછી હવે એ યુવતીને લાગે છે કે તેના પતિને તેનામાં રસ નથી રહ્યો.
ખાસ કરીને ટીનએજની ઉંમરમાં વિજાતીય પાત્ર પ્રત્યે સ્વાભાવિક આકર્ષણ હોય છે. આ આકર્ષણને પ્રેમનું લેબલ મારી ન શકાય. ટીનએજમાં થતા આવા આકર્ષણને કારણે ફ્રેન્ડશીપ રાખો તે બરાબર છે પણ જિંદગીભરનો નિર્ણય આ આકર્ષણ પાછળ લેવાય જાય છે ત્યારે પાછળથી પસ્તાવાનો વારો આવે છે.
પ્રેમ થવા માટે કોઈ ઉંમર હોતી નથી. પ્રેમ કોઈપણ ઉંમરે થઈ શકે છે. પણ જીવનમાં પ્રેમ કરતા પણ વધુ મહત્વની કેરિયર છે. એકવાર જિંદગીમાં કાંઈક બની જાવ. પછી પ્રેમ કરવા માટે તો આખી જિંદગી પડી છે પણ તેમ છતાં પ્રેમમાં પડી જ ગયા હો તો મુંઝાશો નહીં. પણ સાથોસાથ પ્રેમમાં વિરહની વેદના ભોગવતા પણ શીખો.
ક્યારેક વધારે પડતી નજદીક્યા એકબીજા પર અણગમો ઊભો કરતી હોય છે એને બદલે પ્રેમનો એકરાર થઈ જાય પછી બન્ને પાત્રો નક્કી કરો કે આપણા જીવનમાં કેરિયર મહત્વની છે. ઉલ્ટાનું પ્રેમમાં પડ્યા પછી કેરિયરનો લક્ષ્યાંક પૂર્ણ કરવો વધારે આસાન બની જાય છે. તમારો પ્રેમ તમારા જીવનસાથીની પ્રગતિનું કારણ બનવો જોઈએ. તેની પ્રગતિમાં અવરોધ ન બનવો જોઈએ.
જેમ સોનાની શુદ્ધતા તેને અગ્નિમાં તપાવીને કરવામાં આવે છે તે રીતે પ્રેમની શુદ્ધતા, પ્રેમના બંધનની મજબુતાઈ વિરહ દ્વારા માપી શકાય છે. દરેક પ્રેમીઓએ વિરહની કસોટીમાંથી પાર ઊતરવું જ જોઈએ.
ક્યારેક ટીનએજમાં પ્રેમ થઈ જાય તો બન્નેએ નિખાલસ કબૂલાત કરવી જોઈએ કે હજી આપણી ઉંમર નાની છે. આપણે સારા મિત્રો બનીએ. જો બન્ને વચ્ચે માત્ર વિજાતીય આકર્ષણ નહીં હોય તો આ મૈત્રી આપોઆપ પ્રણયમાં પલટાઈ જશે.
ટીનએજર યુવાનો જીવનમાં બહુ ઓછા ભાગ્યશાળી લોકો હોય છે જે પ્રેમમાં પડી શકતા હોય છે અને તેથી પણ બીજી વાત એ છે કે એવા તો માત્ર ગણ્યા ગાંઠ્યા ભાગ્યશાળી હોય છે જે પ્રેમમાં સફળ બનતા હોય છે.
આકર્ષણ ને પ્રેમ સમજીને જીવનસાથી બની જશો તો બેમાંથી એકની પણ અપેક્ષા પરિપૂર્ણ નહીં થાય અને લગ્નજીવન સુખી ન્રાહીં બને. જીવનભરનો સાથ નિભાવવો હોય તો પહેલા પરપિકવ બનો પછી આગળ વધો. આ જિંદગીના ગણીતનો દાખલો જો તમને સમજાય ગયો તો લાઈફ જીવવાની ચોક્કસ મજા આવશે ગેરેંટીથી...!
બ્રેક ફાસ્ટ :
એક ભીખારી પાસે ૧૦૦ R હતા તે એક હોટલમાં ગયો અને ભરપેટ જમ્યો.
બીલ આવ્યુ રૂ.૮૦૦.
ભીખારીએ કહ્યુ, મારી પાસે પૈસા નથી. હોટલ મેનેજરે પોલીસ બોલાવી. પોલીસ ભીખારીને પકડી ગઇ તો ભિખારીએ લાંચના ૧૦૦ R પોલીસને આપ્યા
અને છુટી ગયો.
આને કહેવાય
ફાયનાન્સ મેનેજમેન્ટ.
(પ્રેષક : રીયા પંડયા (ભાવનગર)