Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Saurashtra >> Latest News >> City Bhaskar Bhavnagar
 

પત્નીને પિયર રાજીખુશીથી મોકલો છો કે ઝગડો કરીને ?

 
Source: Tarak Shah, Bhavnagar   |   Last Updated 4:41 AM [IST](05/04/2011)
 
 
 
 
 

- પિયર એ સ્ત્રીના હૈયાનો વિસામો છે જે મળવાથી જિંદગીની સફર સ્હેલી બને છે.- માત્ર તમારી સગવડતા જોવાને બદલે પત્નીની જરૂરીયાત પણ સમજો


આંસુઓ કે ચલને કી, આવાઝ નહી હોતી,દિલ કે તૂટને કી, આહટ નહીં હોતી,અગર હોતા ખુદા કો, હરદર્દ કા અહેસાસ,તો ઊસે દર્દ દેને કી, આદત નહીં હોતી


બિઝનેસમાં કર્મચારીઓ પર સતત કામનું ભારણ આપવાથી તેની કાર્યક્ષમતામાં ઘટાડો થાય છે. તેને બદલે કામના કલાકો વચ્ચે બ્રેક આપવાથી તે ફ્રેશ પણ થાય છે અને કાર્યક્ષમતા પણ જળવાય છે.


મેનેજમેન્ટ ગુરૂઓનુ માનવુ છે કે ધંધામાં કામનું ભારણ આપવાથી ઉત્પાદન વધે છે. તેવો નિર્ણય દિર્ઘદ્રષ્ટીએ સાચો નથી કારણ કે ઉત્પાદન વધવા છતાં પ્રોડકટની ગુણવત્તામાં ફેરફાર થવાની શક્યતા હોવાથી અંતે ધંધાના વિકાસને વપિરીત અસર થાય છે.સંસારમાં ગૃહિણીને સતત કામકાજ વચ્ચે વિસામો જરૂરી છે. અને તે માટે પત્નીને રાજીખુશીથી પિયર જવા દેવી જોઈએ.


એક યુવતીના લવમેરેજ થયા હતા. તેનો પતિ તેને અનહદ ચાહતો હતો જેને કારણે પત્ની એક-બે દિવસ માટે પણ પિયર જાય તે તેને ગમતું ન હતું. યુવતી મુંઝવણ અનુભવે છે કારણ કે જ્યારે જ્યારે તે પિયર જવાનું નામ લે છે ત્યારે તેનો પતિ ઝગડો કરે છે. ઝગડીને પિયર જવામાં તેનું મન માનતુ નથી અને તેનો પતિ તેને રાજીખુશીથી પિયર જવા દેતો નથી.દામ્પત્ય જીવનમાં જેમ સહવાસની મજા છે તેમ વિરહની મીઠી વેદનાની પણ મજા છે. પત્નીને તમે પ્રેમ કરતા હો એનો અર્થ એવો નથી કે તમે એને ગુલામની જેમ જકડી રાખો.


સતત ઘરકામમાં પરોવાયેલી આ મહિલાએ જ્યાં પોતાનું બાળપણ વિતાવ્યું છે. જે ઘરમાં, મહોલ્લામાં જિંદગીના ૨૦-૨૨ વર્ષ કાઢયા છે તે સ્વજનો, મિત્રોને છોડી એ તમારા ઘરે આવી છે એટલું જ નહીં પણ તેણે આ પરિવારને પોતાનો બનાવી લીધો છે.


સ્ત્રી એ ત્યાગ અને સમર્પણની મૂર્તિ છે. પિયર છોડીને સાસરે આવ્યા બાદ પણ જિંદગીભર તેને પિયરની માયા રહેવાની જ. જ્યારે તમે કોઈ લાંબી મુસાફરી કરતા હો અને થાકી ગયા હો ત્યારે તમને રસ્તામાં બેસવા માટે એકાદ નાનકડો બાંકડો કે વિસામો મળે તો તમને કેવું સરસ લાગે છે ? બસ આ જ સ્થિતિ મહિલાઓની છે. બે-પાંચ કે પંદર દિવસ પિયર જઈને આવે ત્યારે તેને વિસામો મળ્યો હોય એટલો આનંદ થાય છે. વિસામો લીધા બાદ મુસાફરીની ગતિ વધુ તેજ થાય છે અને મુસાફરનો ઉત્સાહ પણ વધે છે. એ જ રીતે મહિલા પિયર જઈને આવે પછી તેનું ઉત્સાહનું કુપન રિચાર્જ થઈ જાય છે. એક ભાઈએ કહ્યું કે પત્ની પિયર જાય પછી અમારી સગવડનું શું ? અમારે જમવાનું ક્યાં ? અમારૂ ધ્યાન કોણ રાખે ? મા-બાપને કોણ સાચવે ?


સાચી વાત છે પત્ની એ અધાઁગીની છે. અને શરિરનું અડધું અંગ જ્યારે દૂર જાય ત્યારે તકલીફ તો થાય જ. પણ માત્ર આપણો જ વિચાર કરવાને બદલે પત્નીની જરૂરીયાતનો પણ વિચાર કરવો જોઈએ.


સાસરીયામાં દુ:ખ હોય તે જ સ્ત્રી પિયર જાય છે એવું નથી. નવી પરણેલી નવોઢા કે ૭૦ વર્ષની વૃદ્ધા ગમે તે મહિલાને પિયર જવાનું કહેશો એટલે તરત જ તેના મોઢા પર એક ચમક આવી જશે.ઝગડો કરવાને બદલે પત્નીને રાજીખુશીથી થોડા દિવસ અગવડ વેઠીને પણ પિયર મોકલો તો આ રોકાણના બદલામાં તમને ધોધમાર લાગણીનું વ્યાજ મળશે.


ઝગડો થયા બાદ પિયર ગયેલી પત્નીને પિયરમાં ગોઠતું નથી. એને બદલે તમે રાજીખુશીથી એને પિયર મોકલો તો તે પણ તમારી અગવડતાનો વિચાર કરી તરત પાછી આવશે.જોકે તમે તો તમારી પત્નીને ‘મામા મહિના’માં પિયર મોકલતા જ હશો પણ ન મોકલતા હો તો આ વેકેશનમાં જ મોકલી દયો. પત્ની પિયરથી પાછી આવે પછી તમને પણ જિંદગી જીવવા જેવી લાગશે ગેરેંટીથી...


બ્રેક ફાસ્ટ: મેરે ઈશ્ક કી બોલિંગનેઉસકે દિલકા વિકેટ ગિરા દિયાવાહ... વાહ...મેરે ઈશ્ક કી બોલિંગનેઊસકે દિલકા વિકેટ ગિરા દીયાવાહ... વાહ...લેકીન મેરી તકદીર તો દેખોઉસકા બાપ એમ્પાયર થાઉસને મેરે બોલ કો નો બોલ જાહેર કર દીયા(પ્રેષક : વિરલ ભટ્ટ (ભાવનગર)


 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
10 + 8


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Sexually Charged Photography
Veena Malik: Sexy Babe
Just Added

गरमी से परेशान... दुपट्टे का सहारा
इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.