Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Saurashtra >> Latest News >> City Bhaskar Rajkot
 

સુરત કોર્પો. ચેમ્પિયન, રાજકોટની મેયર ઇલેવનનો ૩ રને પરાજય

 
Source: Bhaskar News, Rajkot   |   Last Updated 1:18 AM [IST](27/03/2011)
 
 
 
 
 
- ફિલ્ડિંગમાં ધાંધિયા કરતા સુરતની ટીમે ૧૭૪ રનનો પહાડ ખડો કર્યો

અમદાવાદમાં ઇન્ટર કોર્પોરેશન ટી-૨૦ ક્રિકેટ ટુનૉમેન્ટની આજની ફાઇનલ મેચમાં રાજકોટ મેયર ઇલેવન અને સુરત મેયર ઇલેવન વચ્ચે કાંટે કી ટક્કર જેવા જંગમાં રાજકોટની ટીમને માત્ર ૩ રનનું જ છેટું રહી ગયું હતું. સુરતની ટીમે ફાંદાળા કોર્પોરેટરોએ ફિલ્ડિંગમાં કરેલા ધાંધિયાનો ભરપૂર લાભ લઇ ૧૭૪ રનનો તોતિંગ પહાડ ખડો કર્યો હતો.

રાજકોટ મેયર ઇલેવનની ટીમ શિયાળાની શરૂઆતથી જ આકરી પ્રેક્ટિસ કરતી હતી. પ્રજાના પૈસે મોંઘીદાટ કીટ ઉપરાંત મોંઘા બૂટ અને ટ્રેકશૂઝ પણ ખરીધ્યા હતા. આજે ફાઇનલ જંગ સુરત કોર્પોરેશન સામે હતો. સુરતની ટીમે ટોસ જીતીને દાવ પસંદ કર્યો હતો. સુરતની ટીમે શરૂઆતથી જ આક્રમક રમત રમી હતી. સામે રાજકોટના કોર્પોરેટરોએ અનેક કેચ છોડ્યા હતા. ફિલ્ડિંગમાં પણ હદ વગરના ધાંધિયા કર્યા હતા અને સુરતના કોર્પોરેટરોએ તેનો ભરપૂર ફાયદો ઉઠાવી ૧૭૪ રનનો તોતિંગ જુમલો ખડો કરી દીધો હતો. સુરતે માત્ર પાંચ જ વિકેટ ગુમાવી હતી. આવા તોતિંગ લક્ષ્યાંક સામે ઉતરેલી રાજકોટની ટીમે મક્કમ શરૂઆત કરી હતી. પરંતુ નિધૉરિત ૨૦ ઓવરમાં આ લક્ષ્યાંકનો પીછો કરતા કરતા ત્રણ રનનું જ છેટું રહી ગયુ હતુ.

પુષ્કર પટેલની ઝંઝાવાતી સદી એળે ગઇ -

રાજકોટ મેયર ઇલેવનના ઓપનર પુષ્કર પટેલે ઝંઝાવાતી બેટિંગ કરી હતી. મેદાન પર ચોગ્ગા-છગ્ગાનો વરસાદ વરસાવ્યો હતો. ૧૧પ રનની ઇંનિંગ રમવા છતાં ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. કશ્યપ શુક્લે પણ દમદાર ૩૨ રન કર્યા હતા. રાજકોટની ટીમ વતી બાબુ ઉધરેજાએ ૨ વિકેટ અને પુષ્કર પટેલ તથા કશ્યપ શુક્લે એક-એક વિકેટ ઝડપી હતી.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
4 + 4


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Sexually Charged Photography
Veena Malik: Sexy Babe
Just Added

गरमी से परेशान... दुपट्टे का सहारा
इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.