ભાવનગર : પાંચેક વર્ષ પૂર્વે પાલિતાણાના શખ્સ સાથે લગ્ન કરનાર યુવતીને પતિ સહિત સાસરીયાઓ દ્વારા શારીરીક-માનસિક ત્રાસ ગુજારાતા આ અંગે ભોગ બનનાર પરિણીતાએ ભાવનગર કોર્ટમાં સાસરીયા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.
આ અંગે પ્રાપ્તવિગતો મુજબ વરતેજ પાસેના શાંતિનગર પ્રેસ ક્વાર્ટર પાછળ રહેતા દિલીપભાઇ બારૈયાની પુત્રી સંગીતાબેનના પાલિતાણા મુકામે વિઠ્ઠલભાઇ બારૈયાના પુત્ર દિલીપ સાથે પાંચ વર્ષ અગાઉ જ્ઞાતિના રીત રીવાજ મુજબ લગ્ન થયા હતા.
દરમિયાન તેનો પતિ અને સાસરીયા દ્વારા વારંવાર શારીરીક - માનસિક ત્રાસ આપી પરેશાન કરવામાં આવતી હતી અને છેલ્લે-છેલ્લે તેણીના પગના સાથળના ભાગે સણસી ગરમ કરી ડામ દીધા હતા અને આ અંગે કોઇને કહીશ તો જાનથી મારી નાંખવાની ધમકી આપેલ જેથી તેણી તેના પિયર પાલડી તેના માવતરને ત્યાં આવી ગયેલ છે.