તાલાલા પંથકમાં જંગલ વિસ્તારમાં ભારે વરસાદથી હિરણ નદીમાં અવિરત પુરની સ્થિતી સર્જાઈ છે. સતત પાંચ દિવસથી સાંગોદ્રા ગામ વખિુટુ પડી જતા ગ્રામજનોએ તાલુકા મથક જવાનો માર્ગ બદલવો પડયો છે. બેઠો પુલ ઉંચો બનાવવા પાંચ વર્ષથી માંગ થઈ રહી છે. છતા કોઈ કાર્યવાહી ન થતા લોકો પરેશાન થઈ ગયા છે.
તાલાલા પંથક તથા ગીરના જંગલમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી અવિરત વરસાદ પડતા કમલેશ્વર ડેમ ઓવરફલો થઈ ગયો છે અને હિરણ નદીમાં અવિરત પુરની સ્થિતી સર્જાઈ છે. હિરણ નદીના સામા કાંઠે આવેલા સાંગોદ્રા ગીર ગામ છેલ્લા ચાર દિવસથી વખિુટુ પડી ગયું છે.
સાંગોદ્રા ગીર સુધી જવાના રસ્તા પર હિરણ નદીના બેઠા પુલ પરથી સતત પાણી વહી રહ્યું હોવાથી ગ્રામજનોએ તાલુકા મથક સુધી જવા માટે વાયા ચિત્રાવડ થઈને જવું પડે છે. સાંગોદ્રા ગીર ગામને જોડતો હિરણનદી ઉપરનો બેઠો પુલ ઉંચો બનાવવા છેલ્લા પાંચ વર્ષથી માંગણી કરવામાં આવી રહી છે.
છતા પણ તંત્રના અધિકારીઓ કે પ્રજાના મતથી ચૂંટાયેલા પ્રતિનિધીઓ ગ્રામજનોની મૂશ્કેલીનો ઉકેલ લાવવામાં નિષ્ફળ જતા ગ્રામજનોને આઝાદીના ૬૦ વર્ષ પછી પણ આઝાદીના મીઠા ફળ ચાખવા મળ્યા નથી. હવે દર વર્ષે સર્જાતી આ સમસ્યા દૂર કરવામાં આવે એવી માંગણી ઉઠી છે. તાલાલા પંથકમાં પડેલા અતભિારે વરસાદને પગલે હિરણ નદીમાં ઘોડાપુરની સ્થિતી સર્જાઇ છે. જેના પગલે સાંગોદ્રા ગામ તાલાલાથી વિખુટુ પડી ગયું છે.