રાણાવાવ તાલુકાના વાડી વિસ્તારમાં આજે સાંજના સમયે દુર્લભ ગણાતા બમ્બોઈ સાપની નર-માદાની એક જોડી મળી આવી હતી. પોરબંદરની પ્રકૃતિ - ધ યુથ સોસાયટીના ડૉ. સિધ્ધાર્થ ખાંડેકર અને અશ્વિન રાઠોડને વાડીમાં સર્પ નીકળ્યાના સમાચાર મળતા તેઓ તુરંત જ રાણાવાવના વાડી વિસ્તારમાં સ્થળ ઉપર દોડી ગયા હતા અને તેમણે આ દુર્લભ બમ્બોઈ સાપની જોડીને પકડી પાડી હતી.