એક વખત એક ભેંસ અને ઘોડા વચ્ચે વિવાદ થયો. બંને એક જ વનમાં રહેતાં હતાં અને ચારો ચરવા તથા પાણી પીવા પણ સાથે જ જતાં હતાં. વિવાદ એટલો વધી ગયો કે વાત મારામારી સુધી પહોંચી ગઈ.
ભેંસે ઘોડાને શિંગડા મારી મારીને અધમૂઓ કરી દીધો. જ્યારે ઘોડો તેનો સામનો ના કરી શક્યો તો ત્યાંથી ગમેતેમ કરીને નાસી છુટ્યો. ત્યાંથી ભાગીને તે એક મનુષ્ય પાસે ગયો અને તેને મદદ કરવાની વિનંતી કરી. મનુષ્યએ કહ્યું કે ભેંસનાં તો મોટાંમોટાં શિંગડા હોય છે, તે ખૂબ જ શક્તિશાળી હોય છે, હું તેની સામે જીતી શકીશ નહીં. ઘોડાએ સમજાવ્યું કે તું મારી પીઠ પર બેસજે, હું દોડતો રહીશ અને તું લાકડી વડે તેને મારજે અને પછી બાંધી દે જે. મનુષ્ય બોલ્યો પણ ભેંસને બાંધીની હું શું કરીશ? ઘોડાએ જવાબ આપ્યો કે તે ખૂબ જ મીઠું દૂધ આપે છે, તે પીવાથી તું વધુ શક્તિશાળી થઈ જઈશ.
મનુષ્યએ ઘોડાની વાત માનીને ભેંસને ખૂબ જ મારી અને બાંધી દીધી. ત્યાર પછી ઘોડાએ કહ્યું કે તું નીચે ઉતર હું ચરવા જઈશ. મનુષ્ય ત્યારે મોટે મોટેથી હસવા લાગ્યો અને બોલ્યો, હવે હું તને પણ બાંધીશ. મને ખબર નહોતી કે તું મારી સવારી માટે કામમાં આવીશ. હવે હું ભેંસનું દૂધ પીશ અને તારા પર સવારી કરીશ. ઘોડાએ ભેંસ સાથે જેવું કર્યું, તેનું પરિણામ તેણે પણ ભોગવવું જ પડ્યું. સાર એટલો જ છે કે ક્યારેય ખોટું કામ કરવું જોઈએ નહીં, તેનાથી ખરાબ પરિણામ જ મળે છે. તેથી આપણે શક્તિને બચાવી રાખવી અને તેનો ઉપયોગ સદ્કર્મોમાં કરવો જોઈએ.
જીવન દર્શન