સદભાવના ઉપવાસના નામે પ્રજાના કરોડો રૂપિયાના વેડફાટ અને સરકારી તંત્રના દુરૂપયોગ સામે શક્તિસિંહ ગોહિલના તાતા પ્રહારો
મુખ્યમંત્રીનો સદભાવના ઉપવાસનો કાર્યક્રમ તદ્દન બિનસરકારી છે. સરકારી કાર્યક્રમ હોવાની વાતો પોકળ છે. મુખ્યમંત્રી દિલમાં બદભાવના સાથે માત્ર શબ્દોની સદભાવના રાખી પ્રજાના કરોડો રૂપિયાનો વેડફાટ કરે છે. જે મુખ્યમંત્રીનું માત્ર સ્ટંટ હોવાનું વિધાનસભા વિરોધપક્ષના નેતા શક્તિસિંહ ગોહિલે જણાવી સરકારી તંત્રના દુરૂપયોગ અને સંસ્થાઓ સાથે કરાતી જબરજસ્તી સામે પત્રકાર પરિષદમાં ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રી સદભાવના ઉપવાસ શેના માટે કરે છે તે જ ખબર નથી. પાપ કર્યું હોય તે પ્રાયશ્વિત કરવા માટે ઉપવાસ કરે મોદીએ હિન્દુ-મુસ્લિમ વચ્ચે તિરાડ પાડી અને ખોટા એન્કાઉન્ટર દ્વારા લોકોને મારવાનું પાપ કર્યું છે એટલે પ્રાયશ્વિત કરે છે. સદભાવનામાં રૂ.૨૦૦ કરોડનો ખર્ચ કરે છે. પરંતુ રૂ.૨૦ની ટોપી પહેરતા ગભરાતા હોવાની પણ મોદી સામે ગોિત્લે ટીપ્પણી કરી હતી.
સદભાવના કાર્યક્રમ સરકારી નથી. જેમાં વિરોધપક્ષને વિશ્વાસમાં લીધા નથી. વિધાનસભાના અધ્યક્ષ નટવરલાલ શાહના રૂલીંગનું અવલંબન થયું છે. તેમ છતાં કલેક્ટરથી માંડી ચોકીદાર સુધીના કામે લાગ્યા છે. સમાજના પ્રમુખોના નામે આમંત્રણ મોકલે છે. સામાજિક સંગઠનોના નામે મિટિંગ કરે છે. આટલા રૂપિયા ભાવનગરના હિતમાં વપરાય તો સદભાવનાને સમર્થન આપવાની પણ શક્તિસિંહે જાહેરાત કરી હતી.
જ્યારે સમસ્ત ક્ષત્રિય સમાજને સદભાવના મિશનમાં જોડાવા માટે ગરાસીયા ક્ષત્રિય સમાજના પ્રમુખ દ્વારા આપેલા જાહેર આમંત્રણ બાબતે ક્ષત્રિય સમાજના અગ્રણી પરબતસિંહ ગોહિલે તેને વખોડી સમાજને વિશ્વાસમાં લીધા વગર રાજકીયક્ષેત્રે રાજપૂત સમાજનો દુરૂપયોગ થયાનું જણાવ્યું હતું.
આવતીકાલ તા.૩ના રોજ જશોનાથ ચોક ખાતે સવારે ૧૧ કલાકથી ભાવનગરના હિતમાં મુખ્યમંત્રીને સતકર્મ કરાશે.
પક્ષ કહેશે ત્યાંથી ચૂંટણી લડીશ...
આગામી વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવાર સારી રીતે તૈયારી કરી શકે તે માટે સ્વચ્છ પ્રતિભા ધરાવતા ઉમેદવાર છ-આઠ માસ પૂર્વે જાહેર કરવા સાથે શક્તિસિંહે પોતાની માટે પક્ષ આદેશ કરે તો અને જ્યાં કહે ત્યાં ચૂંટણી લડવા માટે જણાવ્યું હતું. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, મુહવાના ભાજપના ધારાસભ્ય કનુભાઈ કળસરિયા પણ આજે ઉપવાસ કરવાના છે તેને કોંગ્રેસ પક્ષ ટેકો આપે છે.
૨૦૦૫માં મુખ્યપ્રધાને આપેલાં વચનો ઠેરના ઠેર
’ભાવનગરની સૌથી મોટી અને મહત્વની સર તખ્તસિંહજી હોસ્પિટલમાં સ્ટાફ, સુપર સ્પે.તબીબો, એન્જિયોગ્રાફી જેવી સુવિધા ઊભી કરાશે. ’કલ્પસર યોજના સાકાર કરીને સૌરાષ્ટ્રની કાયાપલટ કરાશે. ’ભાવનગર અને અલંગને ૨૨૦૦ કિ.મી.ના ગેસ ગ્રીડથી જોડાશે. ’ચિત્રા અને વરતેજ જીઆઈડીસીમાં વિશ્વકક્ષાની માળખાકીય સુવિધા ભી કરાશે.
’જીઆઈએસ પદ્ધતિના લોકાર્પણને પગલે પાણી પુરવઠો, ટેલિફોન લાઈન અને ગેસ કનેકશન ફોલ્ટ નિવારણ પદ્ધતિ વિકસાવાશે. ’જેમ્સ એન્ડ જવેલરી પાર્કની જાહેરાતનું નક્કર પરિણામ નથી. ’સુંદરાવાસ બંગલો સુપ્રીમના આદેશ પહેલાં પરિપત્ર કરીને બિલ્ડરને પધરાવી દીધો. ’કાળિયાબીડ(રામનગર)ની વસાહતને રેગ્યુલરાઈઝ કરવાની જાહેરાત ઠેરની ઠેર. ’અમદાવાદ-ભાવનગર શોર્ટકટ રસ્તો પહોળો કરવાની સૈદ્ધાંતિક સ્વીકૃતિ છતાં આયોજનમાં વિલંબ. ’વિકલાંગ કલ્યાણ બોર્ડના કમિશનર તરીકે વિકલાંગ વ્યક્તિની જ નિમણુંક કરાશે. ’નફાકારક એકમ આલ્કોશ એશડાઉનને ખોટમાં નાખીને માનીતા ઉદ્યોગપતિઓને પધરાવવાનો કારસો.