Advertisement
Home >> Saurashtra >> Latest News >> Surendranagar >> Send Corruption Of 2.51 Crores

ઝાલાવાડમાં ૨.૫૧ કરોડની રેતીચોરીનો પર્દાફાશ

Bhaskar News, Surendrangar | Aug 19, 2012, 22:11PM IST
 
 

- તાવીમાં રૂ. ૧.૪૩ કરોડની રેતી ચોરીની બે મહિલાઓ સામે ફરિયાદ: લીંબડી પંથકમાં રૂ. ૧.૮ કરોડની રેતીચોરી સંદર્ભે સાત શખ્સો સામે ફરિયાદ

સુરેન્દ્રનગર જિલ્લાનાં પેટાળમાંથી રેતી સહિતના ખનીજોનું ગેરકાયદેસર ખનન અને વહનની વ્યાપક ફરિયાદો ઉઠી છે. ત્યારે ગાંધીનગરની ટીમ દ્વારા લખતરના તાવી અને લીંબડીના ખંભલાવ અને ભોયકાની સીમમાં દરોડા પાડવામાં આવ્યા હતાં. જેમાં રૂ. ૨.૫૧ કરોડની રેતી ચોરીનો પર્દાફાસ થયો છે. આ બંને બનાવમાં ત્રણ મહિલાઓ સહિત ૯ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાતા રેતીચોરીનો ફાંડો ફૂટ્યો છે.

તાવી ગામના વજુબા બચુભા રાણા અને હેતલબા રઘુભા રાણા પોતાના નામે ખનીજનો પરવાનો ધરાવે છે. ત્યારે વજુબા બચુભા રાણા અને હેતલબા રઘુભા રાણા પોતાના પરવાનાની જગ્યા મૂકીને તાવી-તલસાણા વચ્ચે આવેલા ભોગવામાંથી તા. ૧૦-૬-૧૧ થી ૧૮-૮-૧૨ દરમિયાન રૂ. ૧.૪૩ કરોડની ૩.૧૫ લાખ ટન રેતી ચોરી કરી હોવાનું ભૂસ્તર વિજ્ઞાન ખનીજ ગાંધીનગર વિભાગની તપાસમાં ધ્યાને આવ્યું હતું. જેના કારણે ખોટી રીતે લીઝનો ઉપયોગ કરી રૂ. ૧.૪૩ કરોડની રેતીચોરીનો લખતર પોલીસે મથકે ગુનો નોંધાતા વધુ તપાસ પીએસઆઈ કે.બી.જાદવ ચલાવી રહ્યાં છે.

લીંબડી : લીંબડી તાલુકાના ગ્રામ્ય પંથકમાં ખાણ માફિયાને ઝડપવા થોડા દિવસ અગાઉ ખાણ ખનીજ ટીમે ત્રાટકી હતી. જેમાં ૧.૪૪ .૪૩૭.૦૯ મેટ્રિક ટન જેની કિંમત રૂ. ૧.૮ કરોડની રેતીનું ગેરકાયદેસર ઉત્ખન થયુ હોવાની વિગતો બહાર આવી છે. ખાણ ખનીજ વિભાગે ૭ શખ્સો વિરૂદ્ધ પાણશીણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

જેમાં ભૂસ્તર વિજ્ઞાનશાસ્ત્રી ખાણ ખનીજ વિભાગના રતિલાલ શામજીભાઈ કાલરીયાએ પાણીશીણા પોલીસ સ્ટેશનમાં છત્રસિંહ દોલુભા ઝાલા, દિપેન્દ્રસિંહ રામસિંહ, ભરતસિંહ રામસિંહ, આનંદબા સુખદેવસિંહ તથા ભોયકા ગામના યુવરાજસિંહ વિક્રમસિંહ રાણા તથા કનકસિંહ હનુભા ઝાલા વિરૂદ્ધ ગેરકાયદેસર સાદી રેતી ઉત્ખનન કરી વહન કરવાની ફરિયાદ નોંધાવી હતી.
 
 
 

Your Opinion
 
 
Code:
4 + 5

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment