‘લિખે જો ખત તુજે’ દ્વારા હૈયાઓની ઉર્મિ અભિવ્યક્ત કરવા માટે વિશિષ્ટ આયોજન
દિવ્ય ભાસ્કર ગ્રુપના દૈનિક સૌરાષ્ટ્ર સમાચાર દ્વારા વેલેન્ટાઇન ડે નજીક આવી રહ્યો હોય તેના વાચકમિત્રો માટે પ્રેમ પત્ર લખવાની વિશિષ્ટ સ્પર્ધા લિખે જો ખત તુજે નું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં તમને પોતાના પ્રિય પાત્ર માટે હૈયાની ઉર્મિને વ્યક્ત કરવાની તક મળશે.
એકબીજા પ્રત્યે પોતાના પ્રેમની અભિવ્યક્તિ વ્યક્ત કરવાનો તહેવાર વેલેન્ટાઇન ડે ૧૪મી ફેબ્રુઆરીએ વિશ્વભરની સાથે ભાવનગરમાં પણ ઉજવાશે. ત્યારે સૌરાષ્ટ્ર સમાચાર દ્વારા તેના વાચકો માટે આ અનોખી લવલેટર સ્પર્ધાનું આયોજન કરાયુ છે.
તમારા પ્રિયપાત્ર સમક્ષ તમારા હૈયાની ઉર્મિઓને અભિવ્યક્ત કરવાની તક આપતી આ વિશિષ્ટ સ્પર્ધા લિખે જો ખત તુજેનુ અંતર્ગત માત્ર ૧૫ જ લાઇનમાં તમારો શ્રેષ્ઠ પ્રેમપત્ર લખીને સૌરાષ્ટ્ર સમાચાર કાર્યાલય હાઈકોર્ટ રોડ ખાતે સોમવાર તા.૧૩ ફેબ્રુઆરી બપોરે ૧૨ સુધીમાં મળી જાય તે રીતે લખી મોકલાવશો.
વાચકો દ્વારા મોકલવામાં આવેલા પ્રેમપત્રોમાંથી શ્રેષ્ઠ ત્રણ સ્પર્ધકોને આકર્ષક ઇનામો આપવામાં આવશે. અન્ય શ્રેષ્ઠ પત્રોને સૌરાષ્ટ્ર સમાચારમાં પ્રસિદ્ધ કરાશે. તો ઉપાડો કલમ અને તમારા પ્રિય પાત્ર માટે સરસ મજાનો પ્રેમપત્ર માત્ર ૧૫ લાઇનમાં લખી મોકલો. સાથે તમારૂ નામ સરનામુ ફોન નંબર લખવાનુ ચૂકશો નહિ.