એસપી, એએસપીને મળી શહેરમાં કેટલાક લોકોના નિવેદનો લીધા
ગુજરાતમાં ચકચારી બનેલા ભાવનગરના સાદિક જમાલ મહેતરના એન્કાઉન્ટરને નકલી ગણાવી ન્યાય મેળવવા કોર્ટમાં કરવામાં આવેલ અરજીના અનુસંધાને અદાલતના આદેશથી અમદાવાદ સીબીઆઇની ટીમ આજરોજ તપાસાથેg ભાવનગર આવીહતી અને ઉચ્ચ પોલીસ અધિકારીઓને મળી શહેરમાં કેટલાકના નિવેદનો લીધા હોવાનું જાણવા મળેલ છે.
શહેરના કાળાનાળા ઉપરકોટ વિસ્તારમાં રહેતો મુસ્લિમ યુવાન સાદિક જમાલભાઇ મહેતર ધંધાર્થે મુંબઇ સહિતના શહેરોમાં ગયો હતો. ત્યારે એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ દયાનાયક અને મુંબઇના પત્રકાર કેતન નિરોડકર સાથે મેળાપ થયો હતો.
તે લોકોએ સાદિક જમાલને આતંકવાદી સંગઠનનો સાગરીત ગણાવીને ગુજરાત પોલીસને સોંપ્યો હતો અને ત્યારબાદ ગુજરાત પોલીસના અધિકારીઓએ સાદિકનું નકલી એન્કાઉન્ટર કરી નાંખ્યું તેમ જણાવી સાદિકના નાનાભાઇ શબ્બીર મહેતરે કોર્ટમાં એન્કાઉન્ટરને પડકાર્યું હતું. આ બાબતે સીબીઆઇને તપાસ સોંપાઇ છે.
ગત તા.૩૧/૧/૨૦૦૩માં નરોડા ખાતે સાદિક રિવોલ્વર સાથે મોદી સહિતના ટોચના નેતાઓની હત્યા કરવા ઘૂસી આવ્યો હોવાનું જણાવી અમદાવાદ પોલીસે પોલીસ મુઠભેડમાં તેનું એન્કાઉન્ટર થયું હોવાનું જણાવ્યું હતું. પરંતુ આ એન્કાઉન્ટર નકલી હોવાનું જણાવી સાદિકના ભાઇ શબ્બીરે ગુજરાત પોલીસ સામે કોર્ટમાં ન્યાય મેળવવા અરજી દાખલ કરાતા તેની તપાસ સીબીઆઇને સોંપવામાં આવેલ છે.
આ પ્રકરણે આજરોજ સીબીઆઇના ડીવાયએસપી, પીઆઇ સહિતના અધિકારીઓની ટીમ ભાવનગરમાં આવી હતી અને પ્રથમ એસપી, એએસપીને મળ્યા બાદ એ ડીવીઝન પોલીસ મથક તેમજ શહેરના અમુક લોકોને મળી નિવેદનો-માહિતી મેળવી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.