ભાજપના ઉપાધ્યક્ષ પુરૂષોતમ રૂપાલાએ કોંગ્રેસને આડે હાથ
દર વખતે બે માંડવા હોય આ વખતે અમારે ત્રણ માંડવા છે, સદભાવના વધી છે તેમ કહી વધુમાં ભાજપના ઉપાધ્યક્ષ પુરૂષોતમ રૂપાલાએ કોંગ્રેસને આડે હાથ લીધી હતી. અને કહ્યુ હતુ કે કોંગ્રેસ એ દિવસો યાદ કરે કે ખેડૂતો ગાંધીનગરની ગાદી નહિ પણ વીજળી માંગવા એકઠા થયા હતા. તે સમયે મુખ્યમંત્રીએ જ ગોળીબારનો આદેશ કર્યો હતો, તે કોંગ્રેસની જ સરકાર હતી. કોટન ઉપર પ્રતિબંધ ફરમાવી મટન ઉપર સબસીડી અપાય છે !!
કેન્દ્ર સરકારે ૧૦૦ દિવસમાં મોંઘવારી ઘટાડવાનુ વચન આપ્યુ હતુ તે પુરૂ કરવાના બદલે મોંઘવારી બમણી કરી નાખી હોવાનુ જણાવતા તેઓએ ઉમેર્યું હતુ કે શકિતસિંહ, નરેન્દ્રભાઇને વચનોની યાદી અપાવે છે પણ તેઓ એક વચન તો પાળી બતાવે. વધુમાં તેઓએ ખેડૂતોની ઉપવાસ છાવણી પર ચાબખા મારતા જણાવ્યુ હતુ કે સોનુ જાણી તારો સંગ કર્યો હતો.
વણજારા (કનુભાઇ) ભાજપે ટિકીટ આપી એટલે કનુભાઇ કળસરિયા બન્યા, તાકાત હોય તો ધારાસભ્ય પદ પરત આપીને શકિત બતાવવા પડકાર કર્યો હતો. કોંગ્રેસ નેતાઓને ક્લબલિયા કહેતા પુરૂષોતમ રૂપાલાએ એમ પણ કહ્યુ હતુ કે મુખ્યપ્રધાન નરેન્દ્રભાઇ ચીન ગયા, તે સમયે શકિતસિંહએ કહ્યુ હતુ કે નરેન્દ્ર મોદી ડુપ્લીકેટ વસ્તુ વેચવાનુ શિખવા ગયા છે, પણ આ (નરેન્દ્ર મોદી) અમારો રાણી સિકકો છે. તેમ જણાવી ઇટાલી માફિયા માટે વખાણાય છે. પણ તેવુ આપણે નહિ કહી એ પરંતુ સદભાવના દાખવવા કટાક્ષ કર્યો હતો. વધુમાં કોંગ્રેસ થુક ઉડાડતી હોવાનુ તેમજ શરમનો છાંટો નહિ હોવાનુ કહી વારંવાર ઉધડો લીધો હતો.