Divya Bhaskar
SAURASHTRA
Home » Saurashtra » Latest News » Junagadh » Ration Card Online

રેશન કાર્ડ ઘેર બેઠાં ‘ઓનલાઇન’ મળશે

Bhaskar News, Junagadh | Mar 01, 2012, 02:38AM IST
રેશન કાર્ડ ઘેર બેઠાં ‘ઓનલાઇન’ મળશે

એપીએલ કાર્ડધારકો માટે નેશનલ ઇન્ફોર્મેશન સેન્ટરની મદદથી ખાસ સોફટવેર બનાવતું પુરવઠાતંત્ર


રેશનકાર્ડએ માત્ર ગરીબો માટે અનાજ કે અન્ય જણસી લેવા માટેનું માધ્યમ નથી. પરંતુ લોકો તેને રહેઠાણનાં પુરાવા તરીકે અતિ મહત્વનું માની રહ્યા છે. જે માટે ગરીબી રેખાથી ઉપર જીવતા (એપીએલ) લોકો માટે ઓનલાઇન રેશનકાર્ડ ઘરબેઠા આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે. જે ટૂંક સમયમાં જૂનાગઢ જિલ્લામાં પણ શરૂ કરવામાં આવશે. હાલ બારકોડ રેશનકાર્ડ આપવા માટેની ચાલી રહેલી પ્રક્રિયામાં કાર્ડ આવવાની રાહ જોયા વગર ઘેર બેઠા કાર્ડ મેળવવા ઇચ્છતા એપીએલ કાર્ડધારકો માટે પુરવઠાતંત્રએ એનઆઇસીની મદદથી ખાસ સોફટવેર બનાવ્યો છે.


જેમાં www.ipds.gujrat.gov.in વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરાવી ત્યારબાદ લોગઇન થઇ દસ્તાવેજોની વિગત આપવાથી ઘેર બેઠા ઓનલાઇન રેશનકાર્ડ મળી શકશે. આ સુવિધા બારકોડ રેશનકાર્ડ માટેનું ફોર્મ ભરનારા કાર્ડ ધારકોને મળે તેમ હોય જિલ્લા અને શહેરનાં પ લાખથી વધુ રેશનકાર્ડ ધારકો આ ખાસ સોફટવેરોનો લાભ લઇ શકશે. હાલ બાયોમેટ્રીક પદ્ધતિથી જથ્થા વિતરણની વ્યવસ્થા ઉભી કરવાની ચાલી રહેલી કવાયતમાં સમય લાગી રહ્યો છે. જેનાં કારણે ઘણા નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.


નાગરિકોની આવી મુશ્કેલી દૂર કરવા માટે પુરવઠા તંત્રએ એપીએલ કાર્ડધારકો માટે ઓનલાઇન રેશનકાર્ડ આપવાની વ્યવસ્થા કરી છે. માત્ર બે પાનાનાં રેશનકાર્ડમાં કાર્ડધારકનું નામ, સરનામુ, કુટુંબનાં સભ્યોનાં નામ, ઉમર, ગેસ કનેકશનની વિગત અને સસ્તા અનાજની દુકાનનાં સંચાલકની વિગત દર્શાવવામાં આવશે.


ઓનલાઇન રેશનકાર્ડ મેળવવાની પ્રક્રિયા


સ્ટેપ-૧ વેબસાઇટ www.ipds.gujrat.gov.in પર રજીસ્ટ્રેશન કરાવો


સ્ટેપ-ર રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ સાઇટ પર લોગઇન થાવ


સ્ટેપ-૩ લોગઇન કર્યા બાદ ૬ પ્રશ્નો સાથેનું પેઇજ ખુલશે.જેનાં હા કે નામાં જવાબ આપો.


સ્ટેપ-૪ આ ૬ પ્રશ્નોનાં જવાબો આપી શરતો સ્વીકારો અને બીજા તબક્કામાં પ્રવેશો.


સ્ટેપ-પ સ્ટેપ-૩નાં પ્રશ્નોનાં જવાબ આધારે આ સ્ટેપમાં પૂછાયેલી વિગતો રજૂ કરો.


સ્ટેપ-૬ તમામ વિગતો રજૂ કર્યા બાદ ડેટા માટેનું બટન કિલક કરો.


સ્ટેપ-૭ આ બટન કિલક કરવાથી સ્ટેપ-પમાં આવેલ મોબાઇલ નંબર પર પાંચ આંકડાનો પાસવર્ડ આવશે.


સ્ટેપ-૮ આ પાસવર્ડથી સ્ટેપ-પમાં રજૂ કરેલી વિગતોની ઓનલાઇન ચકાસણી બાદ પ્રિન્ટનું બટન દબાવો


સ્ટેપ-૯ આ બટન દબાવતા જ બે પાનાનું ઓનલાઇન રેશનકાર્ડ તમારા હાથમાં આવશે.


સ્ટેપ-૩માં પૂછાશે આ ૬ પ્રશ્ન


- જૂના રેશનકાર્ડ સામે નવુ કાર્ડ મેળવવા ફોર્મ ભરીને રજૂ કર્યું છે ?


- શું તમારી પાસે ગુજરાત રાજ્યનું ચૂંટણી ઓળખકાર્ડ છે ?


- શું તમારી પાસે રસોઇ બનાવવા એલપીજી કે પીએનજી ગેસ કનેકશન છે ?


- શું તમારી પાસે પોતાનો મોબાઇલ ફોન નંબર છે ?


- શું તમે અહીં ભાડેથી રહો છો ?


- શું તમારી પાસે ગુજરાત રાજ્યનું ડ્રાઇવીંગ લાઇસન્સ છે ?


ઉપરોકત પ્રશ્નોનાં જવાબ આપ્યા વગર ફોર્મમાં આગળની કાર્યવાહી થઇ શકશે નહીં.


કાર્ડ પર અનાજ કે કેરોસીન નહીં મળે


બારકોડ રેશનકાર્ડની અવેજીમાં ઓનલાઇન રેશનકાર્ડ આપવાની પ્રક્રિયામાં મળતા બે પાનાનાં રેશનકાર્ડનો ઉપયોગ માત્ર સાધનિક પુરાવા તરીકે થશે. જેનાં આધારે કોઇ પણ સ્થળેથી અનાજ કે કેરોસીનનો જથ્થો નહીં મળે. જથ્થો મેળવવા માટે ઓનલાઇન કાર્ડ જમા કરાવી બાયોમેટ્રીક વિગત રજૂ કરી બારકોડેડ રેશનકાર્ડ મેળવવાનું રહેશે. ઓનલાઇન પ્રક્રિયા માટે કેટલા સાયબર કાફેનું પણ સંપર્ક સાધવામાં આવે તેવી શક્યતા છે.


દસ્તાવેજનું ઓનલાઇન વેરીફિકેશન


ઘેર બેઠા રેશનકાર્ડ મેળવવા માટે કાર્ડધારકે ચૂંટણીકાર્ડ, લાઇટબીલ, ડ્રાઇવીંગ લાયસન્સ અને જૂના રેશનકાર્ડનો નંબર પણ આપવાનો રહેશે. આ વિગતો કમ્પ્યૂટરમાં આપવાની સાથે જે-તે સંબંધિત વિભાગો સાથે તેનું ઓનલાઇન વેરીફિકેશન શરૂ થશે.


સ્ટેપ-પમાં આપવાની વિગત


- ચૂંટણી ઓળખકાર્ડ નંબર


- જૂના રેશનકાર્ડ નંબર


- ડ્રાઇવીંગ લાઇસન્સ નંબર અથવા લાઇટબીલ નંબર


- એલપીજી ગેસ કનેકશન નંબર અને ગેસ એજન્સીનું નામ


- પીએનજી ગેસ કનેકશન નંબર અને ગેસ એજન્સીનું નામ


- મોબાઇલ નંબર


આ તમામ વિગતો સાચી રીતે ભરવાથી જ વેરીફિકેશન સહિતની આગળની કાર્યવાહી થશે.


Dandiya Contest
Your Opinion
 
To post this comment you must log in

Login/Connect with:
OR
Fill in your details
 
 

Will be displayed

 
 

Will be displayed

 
Code:
2 + 4

 
Advertisement

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

 
Email Print Comment