હડમતાળાના દલિત પરિવારની યુવતિને તેની પાડોશી પ્રાણલાલ મોહનલાલ પુરાણીના ઘરે એકબીજાને આવવા-જવાનો સંબધ હતો આ સંબધ નહીં રાખવા યુવતિના મા-બાપે તેણીને ઠપકો આપ્યો હતો તેથી યુવતિ પ્રાણલાલના ઘરે રહેવા આવી ગયેલ.ગત તા.૩૧/૧૦ થી છ મહિના અગાઉ આરોપી પ્રાણલાલે તેણી ઉપર બળાત્કાર ગુજારતો હતો.
આ અંગે બાદમાં યુવતિએ પ્રાણલાલ મોહનલાલ પુરાણી વિરૂધ્ધ ઉમરાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પી.એસ.આઇ. ઝાલાએ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
બાદમાં યુવતિને આરોપી પ્રાણલાલ તેના પિતા મોહનલાલ, માતા હંસાબેન અને બે બહેનો ગૌરી અને નીરૂબેન વગેરેએ એક સંપ કરી યુવતિને માનસિક-શારીરિક ત્રાસ આપી માર મારી નાખવાની ધમકી આપ્યાની બીજી ફરિયાદ નોંધાવી છે.