Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Saurashtra >> Latest News >> City Bhaskar Rajkot
 

રેસકોર્સ ગ્રાઉન્ડમાંથી રણજી ટ્રોફી ‘આઉટ’

 
Source: Bhaskar News, Rajkot   |   Last Updated 12:17 AM [IST](18/08/2010)
 
 
 
 
 
૧પમી ઓગસ્ટની વાઇબ્રન્ટ ઉજવણીનો ભપકો દેખાડવા માટે રેસકોર્સના માધવરાય સીંધિયા ક્રિકેટ મેદાનને ચિંથરે હાલ કરી નખાતા ક્યારે રિપેર થશે, રિપેર થશે તો પણ ગ્રાઉન્ડ પહેલાં જેવું રહેશે કે નહીં એ સહિતની ઘેરી ચિંતા વચ્ચે અંતે આગામી ઓક્ટોબર માસમાં રમાનાર મહત્વની એવી રણજી ટ્રોફી અને અન્ડર ૧૯ વુમન્સ ટૂનૉમેન્ટ સહિતની નેશનલ મેચોને રેસકોર્સમાંથી ખસેડી ખંઢેરી ખાતે ખસેડવાની નોબત આવી છે.

વાઇબ્રન્ટ ઉજવણીના નામે થયેલા ભપકામાં પ્રજાની માલ મિલકતોની ઘોર ખોદાઇ ગઇ છે. રેસકોર્સ સંકુલ, અહીં એક પણ મેદાન એવું બાકી નથી રહ્યું કે જ્યાં મોદી માટે માચડા ઊભા કરવામાં મેદાન બેહાલ ન થયા હોય. રાજકોટવાસીઓ માટે સૌથી મોટો આઘાત એ થયો છે કે, જે મેદાન દેશના સ્ટાર ક્રિકેટરો રમી ચૂક્યા છે અને કંઇ કેટલાય ઇન્ટરનેશનલ રેકોર્ડ અહીં સ્થપાયા છે એ માધવરાય સીંધિયા ઇન્ટરનેશનલ ગ્રાઉન્ડ હતું ન હતું કરી નાખવામાં આવ્યું છે.

અહીં પાંચ પાંચ ફૂટ ખાડા ખોદી તેમા માંડવા ખોડાયા હતા. ઘોડા અને વાહનો દોડાવાયા, જાણે એટલું ઓછું પડ્યું હોય તેમ છેલ્લે મુખ્યમંત્રીના પગ કાદવવાળા ન થાય એ માટે કપચીના સો ટ્રક ઠાલવી તેની ઉપર રોલર ફેરવી દેવાયા. મેદાનની આવી હાલત વચ્ચે ક્રિકેટપ્રેમીઓ માટે આઘાતજનક સમાચાર એ છે કે, આગામી ઓક્ટોબર મહિનામાં રમાનાર રણજી ટ્રોફીને ખંઢેરી ખાતે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ના નવા બનતા મેદાનમાં ખસેડવાનો નિર્ણય લેવાઇ રહ્યો છે. રણજી ઉપરાંત ઓક્ટોબરના અંતમાં રાજકોટમાં રમાનાર અન્ડર ૧૯ વુમન્સ ટૂનૉમેન્ટ પણ રાજકોટમાંથી ખસેડવી પડી હોવાનું જણાવ્યું હતું.

રણજી મેચ રમવા આવતા સ્ટાર ખેલાડીઓને જોવા માટે છેક ૧પ કિ.મી. જવું પડશે -
સ્ટાર ખેલાડીઓ રણજી મેચમાં જોવા મળે છે. રાજકોટમાં દર વર્ષે આવા ખેલાડીઓને રમતા નિહાળવાનો આનંદ હજારો ક્રિકેટ પ્રેમીઓ લેતા હોય છે પણ આ વખતે કમનસીબી એ થઇ છે કે આવા સ્ટાર ખેલાડીઓને જોવા માટે ૧પ કિ.મી. દૂર ખંઢેરી લાંબા થવું પડશે.

આબરૂ બીસીસીઆઇ સુધી ખરડાઇ -
જે તે શહેરમાં ક્યાં મેદાન પર મેચ રમાવાની છે તેની વિગત સહિતની માહિતી બી.સી.સી.આઇ.ને મોકલવાની થતી હોય છે. પીચ કયુરેટર પણ ખાસ રિપોર્ટ માટે આવતા હોય છે ત્યારે એ પૂર્વે રેસકોર્સમાંથી ક્યા કારણોસર રણજી ટ્રોફીની મેચો ખંઢેરી ખસેડવી પડે તેમ છે તેનો અહેવાલ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન દ્વારા મોકલવામાં આવનાર હોય રાજકોટના મેદાનની જે દૂર્દશા થઇ છે તે છેક ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ સુધી આ છાપ ખરડાશે.

છ મહિના સુધી શાળાકીય ટૂનૉ. પણ નહીં રમાય -રેસકોર્સના ઇન્ટરનેશનલ મેદાન પર વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ સીઝન મેચ રમતી હોય છે. શાળાના બાળકો પણ ઓછામાં ઓછા છ મહિના સુધી આ ઐતિહાસિક મેદાનમાં નહીં રમી શકે.
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
4 + 7


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.