રાજકોટ મહાનગરપાલિકા કલાત્મકતા, લોકરંજનના નામે પૈસાના ધુમાડા કરે છે. મોટા મોટા કલાકારોને લાખો રૂપિયા આપી, વચ્ચેથી કમિશન ખાઇને પ્રજાને સારો કાર્યક્રમ આપવાના દાવા મંચ પરથી થાય છે. પરંતુ રાજકોટના જ મહાન દિવંગત કલાકાર હેમુ ગઢવીના નામનો માર્ગ જ્યાંથી શરૂ થાય છે ત્યાં ખુણામાં કોઇને ન દેખાય તે રીતે તેનું બોર્ડ છે. અને તે પણ એવી રીતે કે કોઇના ઘરમાંથી ઠલવાતી ગંદકી આ નામને રોજ ધોઇ રહી છે. તંત્ર આ બોર્ડનું સ્થળ બદલશે? ફોટો તો બોર્ડ બદલાવે તેનો પણ છપાઇ શકે!