DaxinGujarat MadhyaGujarat
Saurashtra
UttarGujarat
Kutchh
Ahmedabad
Vadodara
Surat
Rajkot
DiuDaman
Bhavnagar
Mumbai
Gujarat ni Gupsup
ફરી પાણી પાણી: વિસાવદરમાં અઢી ઈંચ રાજકોટમાં ૧ ઈંચ વરસાદ
Bhaskar News, Junagadh
| Sep 21, 2012, 01:11AM IST

મેઘરાજાએ લાંબો વિરામ લીધા બાદ વિસાવદર પથકમાં આજે બપોર બાદ મેઘરાજાએ બે થી અઢી ઈંચ વરસાદ વરસાવી દીધો હતો. સાંજનાં એક કલાકમાં અનરાધાર વરસાદ ખાબકતા મોટી મોણપરી, પ્રેમપરા, સરસઈ, ખાંભા, રામપરા સહિતનાં ગામોમાં બે થી અઢી ઈંચ પાણી પડી જતાં ખેતરો-વોંકળા જળબંબાકાર બન્યા હતા.કેશોદમાં અડધો ઈંચ જેવો વરસાદ વરસાવી દીધો હતો. જ્યારે તાલુકાનાં અજાબ, કરેણી, શેરગઢ, સહિતનાં ગામોમાં પણ જોરદાર ઝાપટાં પડ્યા હતા. તાલાલાનાં ઉમરેઠી ગામે પણ બપોર બાદ જોરદાર ઝાપટું વરસી ગયું હતું.
- જામજોધપુરના બગદરામાં દોઢ ઈંચ
જામજોધપુર તાલુકાના બગદરા ગામે પણ ગુરુવારે બપોરે દોઢ ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે આસપાસના વિસ્તારમાં છાંટા પડ્યાના અહેવાલ છે. વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો.





