Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Saurashtra >> Latest News >> City Bhaskar Rajkot
 

રેલવેના બે કર્મીના પુત્રોએ દેણું ચૂકવવા ૧૨ બાઇક ચોર્યા

 
Source: Bhaskar News, Rajkot   |   Last Updated 4:36 AM [IST](29/08/2010)
 
 
 
 
 

શહેરમાં વધી રહેલા વાહનચોરીના બનાવોનો ભેદ ઉકેલવામાં પોલીસને પક્કડ આવી ગઇ છે. છેલ્લા એક માસમાં ૭૦થી વધુ વાહનચોરીના ભેદ ઉકેલ્યા છે ત્યારે ક્રાઇમ બ્રાંચના સ્ટાફે ચોક્કસ બાતમીના આધારે વધુ ૧૨ વાહનચોરીના ભેદ ઉકેલી રેલવેના બે કર્મચારીના પુત્રોને ઝડપી લીધા છે.


કોઠી કમ્પાઉન્ડમાં બે વિદ્યાર્થીઓ દરરોજ અલગ અલગ બાઇક લઇને નીકળતા હોવાની ક્રાઇમબ્રાંચને બાતમી મળતા તપાસ બાદ પ્રવીણ ઉર્ફે લાલો બળદેવભાઇ સેણજિયા (ઉ. વ. ૧૯) અને વિવેક અમરેન્દ્રસિંહ ચંદેલ (ઉ. વ. ૧૭)ને ઝડપી લીધા હતા. બાઇક અંગે પૂછપરછ કરતા બન્નેએ હોન્ડા ચોરી કર્યાનું જણાવ્યું હતું. પોલીસની આકરી પૂછપરછમાં પોપટ બની ગયેલા બન્ને તરુણોએ જુગાર રમવાની ટેવને કારણે દેણું થઇ જતા આ દેણું ભરપાઇ કરવા ચોરીના રવાડે ચડયા હતા અને છેલ્લા દોઢ માસમાં જુદા જુદા સ્થળોએથી બાર વાહનો ચોરી કર્યાની કબૂલાત આપી હતી.


બાર બાઇક પૈકીના ત્રણેક જેટલા વાહનો રેઢા મૂકી દીધા હતા. જ્યારે અન્ય વાહનો કાપડનો ધંધો કરતા અજય પટેલ અને મોબાઇલનો વેપાર કરતા તુષાર પટેલ નામના શખ્સો મારફત ફાઇનાન્સમાંથી ખેંચેલા વાહન હોવાનું કહી સસ્તામાં વેચી મારતા હોવાની કેફિયત આપી હતી. પોલીસે બન્ને શખ્સોને ઝડપી લેવા તેમજ ચોરાઉ વાહન કબજે કરવા તજવીજ હાથ ધરી છે.


પ્રવીણ રાજ્યકક્ષાએ ફૂટબોલ રમ્યો છે -


સૂત્રોના જણાવ્યા મુજબ પકડાયેલો પ્રવીણ એવીપીટીમાં ડિપ્લોમા એન્જિનિયરિંગનો અભ્યાસ કરે છે. તે ફૂટબોલનો સારો ખેલાડી છે અને રાજ્યકક્ષાએ પણ રમી ચૂકયો છે. જ્યારે વિવેક જસાણી કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે.


 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
5 + 8


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.