વઢવાણના કારિયાણી ગામ અને ટિંબા ગામને સંપૂર્ણ ફાઇનાન્સિયલ ઇન્કલ્યુશન હેઠળ આવરી લેવાયા છે ત્યારે પી.એન.બી. દ્વારા તા. ૧ જુલાઇએ કારિયાણી ગામ ખાતે સમારોહનું આયોજન કરાયું હતું.
આ પ્રસંગે ખેડૂતો માટે કૃષિ કાર્ડ વિતરણ, વૃક્ષારોપણ વગેરેનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં પીએનબીના ગુજરાત સર્કલના આસિસ્ટન્ટ જનરલ મેનેજર ઓ.પી.એસ. રાણા, વી.પી.ગોસ્વામી, એસ.એન.ડાગસા, કમલેશ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ટિંબા અને કારિયાણી ગામને સંપૂર્ણ ફાઇનાન્સિયલ ઇન્કલ્યુશન હેઠળ આવરી લેવાયાની જાહેરાત કરાઇ છે.
આ સમારોહમાં વાઘેલા, ટિંબા અને કારિયાણી ગામના ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કારિયાણી ગામમાં પંજાબ નેશનલ બેંક દ્વારા લાઇબ્રેરી અને કમ્પ્યૂટરની સુવિધા આપવામાં આવતા ગ્રામજનોએ ખુશી વ્યક્ત કરી હતી.