ભાવનગર શહેર-જિલ્લાના કોંગ્રેસ પક્ષમાંથી પ્રદેશ કક્ષાએથી જે ડેલિગેટોની નિમણૂંક કરવામાં આવી છે તમાં પટેલ જ્ઞાતિની સદંતર બાદબાકી કરતાં આ મુદ્દે ભાવનગર કોંગ્રેસના આગેવાન ભીખાભાઈ જાજડીયાએ કોંગ્રેસ પ્રદશ પ્રમુખ સિધ્ધાર્થભાઈ પટેલને એક પત્ર લખી આ અંગે વિરોધ દર્શાવ્યો છે અને પટેલ કોમની સાવ બાદબાકી થી પક્ષની ઈમેજ પણ ખરડાશે તેમ જણાવ્યું છે. તેમણે જણાવ્યું છે કે ભાવ. જીલ્લામાં પટેલ જ્ઞાતિ વસ્તી ગણતરીમાં બીજા સ્થાને છે.
આ ઉપરાંત તેઓએ જણાવ્યું છે કે, આ ડેલીગેટોમાં જેમની નિમણૂંક કરાઈ છે તેમાં એક જ જ્ઞાતિના ૭ વ્યક્તિની નિમણૂંક થતાં અન્ય કોમને સરાસર અન્યાય થયો છે. આના બદલે કોંગ્રેસ પક્ષે પટેલ સમાજના નાનુભાઈ વાઘાણી, ભગવાનભાઈ ગાબાણી અને તેમની જેવા અન્ય વરિષ્ઠ આગેવાનોને તક આપવી જોઈતી હતી તેમ સૂચન કર્યું છે.
જીલ્લા પંચાયત અને મહાનગરપાલિકાની ચૂંટણીમાં અગાઉ સારા માણસોને ટીકીટ નહીં આપતા પક્ષને નુકસાન થયું હતું. ફરી જ્યારે ચૂંટણી આવી રહી છે ત્યારે તે અંગે વિશેષ કાળજી રાખવાની જરૂર છે.