જવાહર મેદાનમાં યોગઋષિ રામદેવજી મહારાજના સાનિધ્યમાં યોજાશે નિ:શુલ્ક યોગ શિબિર
રાષ્ટ્રના સર્વાંગી વિકાસ માટે ભારત સ્વાભિમાન યાત્રાએ નિકળેલા વરિષ્ઠ યોગાચાર્ય રામદેવજી મહારાજ પ્રેરિત પતંજલી યોગપીઠ યાત્રા દરમિયાન ૧૦૦ ગામોને દત્તક લેશે.પતંજલિ યોગપીઠ હરિદ્વારમાં ખેડૂતો અને ઉત્પાદકોને પ્રશિક્ષણ હેતુ માટે બોલાવશે.
યાત્રા દરમિયાન ૧૦૦ ગામડાઓને પૂ. સ્વામીજી સ્વયં પસંદ કરશે જે ગામ નશાયુક્ત ન હોય, પરસ્પર સદ્દભાવના, પ્રેમ, સંપની અતૂટ ભાવના હશે. ગ્રામ સ્વચ્છતા સાથે જૈવિક કૃષિ માટે સંકલ્પબધ્ધ હશે તેવા ગામડાઓને સ્વાભિમાન ગ્રામોત્થાન યોજના અંતગર્ત પૂ. સ્વામીજી યાત્રા દરમિયાન પસંદ કરશે. તદ્દઉપરાંત આ માટે ગ્રામજનો જિલ્લા કક્ષાએ અથવા મુખ્યાલય હરિદ્વાર ખાતે પણ વિનંતીપત્ર મોકલી શકે છે.
આવા આદર્શ ગામમાં પતંજલિ ગ્રામોધ્યોગ સ્થાપિત કરવા માટે અંદાજે R પાંચ કરોડ સુધીનું રોકાણ કરાશે. તા. ૧૦ સપ્ટેમ્બરના રોજ પૂ. રામદેવજી મહારાજના સાનિધ્યમાં સવારે ૫ થી ૭-૩૦ દરમિયાન જવાહર મેદાનમાં નિ:શુલ્ક યોગ શિબિર યોજાશે. જેમાં યોગ ઋષિ યોગ અને આર્યુવેદના માધ્યમથી શારીરિક, માનસિક તથા આત્મીક રોગોના નિવારણ કરાશે. શિબિર બાદ હરિદ્વારથી આવેલા વૈદો દ્વારા વિનામૂલ્યે નિદાન સારવાર કેમ્પ રાખેલ છે.