Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Saurashtra >> Latest News >> Porbandar
 

છોટી સી આશા..સતરંગી રે.. અભૂતપૂર્વ રીતે સંપન્ન થયો

 
Source: Bhaskar News, Porbandar   |   Last Updated 3:06 AM [IST](10/02/2012)
 
 
 
 
 
પોરબંદરમાં નૃત્ય કલાકારોએ સંગીત ઉપર સુંદર નૃત્ય રજુ કર્યા

કલાનગરી પોરબંદરમાં ભારતીય શાસ્ત્રીય સંગીત, કલા, લોક સંગીત અને સંસ્કૃતિના સંસ્કારનો ભવ્ય વારસો જાળવવા અવિરત પ્રયત્ન કરતી સુરભી કલાવૃંદ સંસ્થા દ્વારા તાજેતરમાં ઓસ્કાર એર્વોડ વિજેતા સંગીતકાર એ.આર. રહેમાનના શ્રેષ્ઠ ગીતોનો કાર્યક્રમ છોટી સી આશા...સતરંગી રે... અભૂતપૂર્વ રીતે સંપન્ન થયો હતો.

દીપ પ્રાગટય બાદ ગણેશવંદનાથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ સર્વે કલાકારોએ ખૂબ જ સુંદર રીતે થીમ મ્યુઝીકની રજુઆત કરી પ્રેક્ષકોને અદભૂત કાર્યક્રમનો આગાઝ કરાવેલ અને ગાયક કલાકારો ક્રિષ્નાબેન રાણીંગા, કુ. સુરભી રાણીંગા, આશિષ ઝાલા, જીત કેશવાલા, રાકેશ ડાભી, કુ. દેવાંશી ગોકાણી, નિશા આસરા અને જાગૃતિ મેવાડાએ એ.આર. રહેમાનના શ્રેષ્ઠતમ ગીતોને આબેહુબ રીતે રજુ કરી શ્રોતાજનોને મંત્ર મુગ્ધ કરી દીધા હતા.

આ કાર્યક્રમમાં એ.આર. રહેમાનના કવ્વાલી, ભજન, લોકગીત, શાસ્ત્રીય સંગીત પર આધારીત ગીત જેવા તમામ પ્રકારના મુડ પર આધારીત ગીતોને સમાવી લેવામાં આવ્યા હતા. અને તેમાં પણ ભારત હમકો જાન સે પ્યારા હૈ, જય હો, મા તુજે સલામ તથા વંદે માતરમ્ જેવા ગીતોને સર્વે શ્રોતાજનોએ પોતાની જગ્યા પર ઉભા થઈ દેશપ્રેમની ભાવના વ્યક્ત કરી સન્માન આપેલ હતું અને નૃત્યકલાકારોએ આ ગીતો પર સુંદર નૃત્ય કરી સૌને તાળીઓના ગડગડાટ કરવા માટે મજબુર કરી દીધા હતા.

સમગ્ર કાર્યક્રમનું સંકલન અને કોરીયોગ્રાફી કુ. માધુરી રાણીંગાએ કરી હતી અને પ્રોજેક્ટ ચેરમેન રાજુ સુદ્રા, પપ્પુ ઓડેદરા તથા મનીષ બારોટની મહેનત ઉડીને આંખે વળગે તેવી હતી. અદભૂત સ્ટેજ, ભવ્ય લાઈટીંગ, જબરદસ્ત ધમાકેદાર સાઉન્ડ સિસ્ટમ તથા તમામ કલાકારોનું અભૂતપૂર્વ સંકલન અને એક-એક ગીતો પર જોરદાર પ્રતિસાદ આપતા પોરબંદરના કલારસિકોએ કાર્યક્રમને અવિસ્મરણીય બનાવી દીધો હતો.કાર્યક્રમને માણવા માટે શ્રેષ્ઠીઓ તથા મોટી સંખ્યામાં રસિકજનોની ઉપસ્થિતી રહી હતી.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
1 + 10


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Sexually Charged Photography
Veena Malik: Sexy Babe
Just Added

गरमी से परेशान... दुपट्टे का सहारा
इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.