Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Saurashtra >> Latest News >> Junagadh
 

જૂનાગઢ જેલમાં કંકોતરી ખોલી તો બધાં ચોંકી ઉઠ્યા

 
Source: Bhaskar News, Junagadh   |   Last Updated 10:57 AM [IST](11/02/2012)
 
 
 
 
 

- જૂનાગઢ જેલમાં મોહનને મારવા મોકલાયો પાર્સલ બોંબ

- ફાંસીની સજા પામેલા મોહન હમીરનાં નામે આવ્યું’તું પાર્સલ

- કંકોતરી ખોલતાંજ બોંબ ફૂટે તેવી રચના કરાઇ’તી

- પાર્સલમાં સૂતળી બોંબ, એસિડ અને ફોસ્ફરસ ભરેલી સિરિંજ, કાચના ટુકડા, વગેરે સામગ્રીથી દેશી બોંબ બનાવાયો

જૂનાગઢ જેલમાં મોકલાયેલા એક પાર્સલ બોંબને જેલ સત્તવાળાઓએ પકડી પાડ્યો હતો. ફાંસીની સજા પામેલા મોહન હમીરનાં નામે આવેલા આ પાર્સલમાં કશુંક શંકાસ્પદ હોવાની જાણ થતાં જ વોર્ડને જેલરને અને તેમણે જેલ સુપ્રીટેન્ડેન્ટને જાણ કરી હતી. અને બાદમાં પોલીસ, બોંબ સ્કવોડને બોલાવાઇ હતી.

બોંબ સ્કવોડે જેલ ખાતે દોડી ગઇ હતી અને બોંબને નાકામ બનાવ્યો હતો. બોંબ બનાવવા ફટાકડામાં વપરાતો સૂતળી બોંબ, એસિડ અને ફોસ્ફરસ ભરેલી સીરિંજ, કાચનાં ટુકડા, વગેરેનો ઉપયોગ કરાયો હતો.

જૂનાગઢ જેલમાં સરકારી અને કેદીઓ માટે રોજેરોજ આવતી ટપાલ પોષ્ટ ઓફિસે લેવા જનાર કર્મચારીને તેનાં ક્રમ મુજબ આજે સવારે ૧૧ વાગ્યા આસપાસ તમામ ટપાલો જેલમાં પહોંચાડી હતી. જેમાંથી કેદીઓની અને સરકારી ટપાલોનું શોટીઁગ કરવાની કામગીરી વખતે મોહન હમીરનાં નામે આવેલા એક પાર્સલમાંથી કાચનાં ટુકડા ખરતા હોવાનું વોર્ડનને માલુમ પડતાં તેમણે જેલરને જાણ કરી હતી. આખો મામલો શંકાસ્પદ જણાતાં જેલરે જેલ સુપ્રીટેન્ડેન્ટને આ અંગે જાણ કરી હતી. અને તેમણે તાકીદે એ ડીવીઝન પોલીસ મથકે જાણ કરી હતી. પોલીસે એફએસએલ અને બોંબ ડીસ્પોઝલ સ્કવોડને જૂનાગઢ સેન્ટ્રલ જેલ ખાતે જવાની સુચના આપી હતી. આ સમાચારો વાયુવેગે પોલીસની તમામ બ્રાન્ચોમાં પહોંચી ગયા હતા.

આથી એલસીબી પણ ઘટનાસ્થળે પહોંચી હતી. આ ઘટનાને પગલે એસપી દીપાંકર ત્રિવેદી પણ જેલ ખાતે દોડી ગયા હતા. બોંબ ડીસ્પોઝલ સ્કવોડને પ્રાથમિક દ્રષ્ટિએ કશું ગંભીર જણાયું નહોતું. જોકે, બાદમાં તેની અંદર સીરિંજ, બોંબની વાટ, વગેરે નજરે ચઢતાં તે દેશી બનાવટનો બોંબ હોવાનું સ્પષ્ટ થયું હતું. આથી તેની કાળજીપૂર્વક ખોલી સૂતળી બોંબ, કાચનાં ટુકડા, ફોસ્ફરસ અને એસિડ ભરેલી બે સીરિંજો, વગેરે જુદા જુદા પેક કરી તપાસ માટે એફએસએલમાં મોકલી આપ્યા હતા. બનાવ અંગે પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરી છે. આ બનાવની તપાસ એસઓજીને સોંપાય તેવી શક્યતા જોવાઇ રહી છે.

આ બોંબથી જાનહાનિ થઇ શકે : એફએસએલ

જિલ્લા જેલમાંથી મળી આવેલા પાર્સલ બોંબનાં ચેકીગ માટે આવેલી એફએસએલની ટીમનાં સૂત્રોનાં જણાવ્યા મુજબ, આ બોંબમાંનાં કાચનાં ટુકડા મોઢા પર વાગે તો જાનલેવા સાબિત થઇ શકે. જ્યારે ચહેરાથી દૂર રાખીને બોક્ષ ખોલાયું હોય તો ઇજા થઇ શકે તે સ્પષ્ટ છે.

કેવી રીતે બન્યો હતો બોંબ ?

મોહન હમીરનાં નામે આવેલા પાર્સલમાં સૂતળી બોંબ, કાચનાં ટુકડા અને બે ડીસ્પોઝેબલ સીરિંજ હતી. જેમાં એકમાં એસીડ અને એકમાં ફોસ્ફરસ ભરેલ હતું. ગુનાહિત માનસની ગણતરી મુજબ, કંકક્ષેત્રી સાથે જોડેલી સીરિંજ ખેંચાતાં ફોસ્ફરસ અને એસિડનું મિશ્રણ થાય અને સૂતળી બોંબ ફાટે. એ વખતે તેમાં રહેલા કાચનાં ટુકડા આસપાસમાં જોરદાર વેગે ફેલાય અને તેની પાસે રહેલી વ્યક્તિને નુકસાન પહોંચાડી શકે.

કંકોતરીમાં લખેલું નામ પેનથી છેકી નખાયું -

પાર્સલની સાથે એક કંકક્ષેત્રી પણ સામેલ હોઇ એ કંકક્ષેત્રીમાં લખેલું નામ પેનથી ચેકી નાંખવામાં આવ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આ દિશામાં ઉંડાણપૂર્વક તપાસ શરૂ થઇ છે. કંકક્ષેત્રી ડિસે. ૨૦૧૧ ની હોવાનું જાણવા મળ્યું છે.

મોહન હમીર ક્યારેય જૂનાગઢ જેલમાં રહ્યો જ નથી : ઇરાદો શું ?

મોહન હમીર જયારથી પકડાયો ત્યારે થોડા જ દિવસો તે જૂનાગઢ જેલમાં રખાયો હતો. જોકે, ત્યારબાદ તેને પોરબંદર જેલમાં અને સજા થયા બાદ સાબરમતી જેલમાં મોકલી દેવાયો છે. ત્યારે મોહનનાં નામે પાર્સલ જૂનાગઢ જેલમાં મોકલવાનું કારણ શું ? એ વિશે પણ સવાલો ખડા થયા છે.

મોહન સિવાય કોઇ ખોલે નહીં, મોહનની પત્ની મોકલનાર -

મોહન હમીરનાં નામે આવેલા પાર્સલ પર મોહન સિવાય કોઇએ ખોલવું નહીં તેવું લખ્યું હતું. જ્યારે મોકલનારમાં ‘મોહનની પત્ની’ એમ લખ્યું છે.

FSLના રિપોર્ટ બાદ મળશે વધુ વિગતો -

જેલમાંથી મળી આવેલો બોંબ કોણે બનાવ્યો, કેવી રીતે બન્યો, તેની વિનાશકતા કેટલી, જૂનાગઢમાં કોઇ આ પ્રકારનો બોંબ બનાવવાની ક્ષમતા ધરાવે છે કે નહીં, વગેરે સવાલોની તપાસ ત્યારબાદ વેગ પકડી શકશે.

તમારો મત 

સંબંધિત સમાચાર તમારા સ્ક્રિનની ડાબી બાજુના બોક્સમાં વાંચી શકો છો. અન્ય રસપ્રદ ન્યૂઝ આ સમાચારની નીચેના બોક્સમાં પણ વાંચી શકો છો. ઉપરાંત તમારો મત નીચે આપવામા આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર કોઈ ધિક્કારાસ્પદ, વિવાદાસ્પદ કે ધૃણાસ્પદ ટિપ્પણી કરવીએ ગુનો બને છે. આ માટે ટિપ્પણી કરનારી વ્યક્તિ ખુદ જવાબદાર ઠરે છે. આથી કૃપા કરીને તમારી ભાષા સંયમિત અને શિષ્ટ રાખો. જો તમારી કોમેન્ટ અશિષ્ટ માલૂમ પડશે તો તેને વેબસાઈટ પરથી હટાવી દેવાની ફરજ પડશે.



 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
2 + 8


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Sexually Charged Photography
Veena Malik: Sexy Babe
Just Added

गरमी से परेशान... दुपट्टे का सहारा
इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.