પાલિતાણામાં જૈન મુનિ ઉપવાસ કરશે કતલખાનાના વિરોધમાં લડતના થશે મંડાણ
રાજ્ય સરકાર દ્વારા તા.૧૫ સુધીમાં ભાવનગર જિલ્લાનાં કતલખાનાઓ બંધ નહિ કરવામાં આવે તો જૈન મુનિએ તા.૧૬થી પાલિતાણા ખાતે‘મિશન જીવદયા’ અંતર્ગત અનશન ઉપવાસ કરવાની ચીમકી આપી છે.
એકબાજુ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પાલિતાણામાં સદભાવના ઉપવાસ કર્યા ત્યારે જ અખિલ ભારતીય કતલખાનાના વિરોધ મહાસંઘ દ્વારા રાજ્ય સરકારને એક પત્ર પાઠવી તા.૧૫ સુધીમાં ભાવનગર જિલ્લાના કતલખાના બંધ કરવાનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. જો કતલખાના બંધ નહીં થાય તો મિશન જીવદયા અંતર્ગત તા.૧૬થી ક્રાંતિકારી યુવા સંઘના મૈત્રી પ્રભસાગર મહારાજ દ્વારા અનશન શરૂ કરાશે.
ભાવનગર જિલ્લામાં પાલિતાણા, તળાજા જેવા અનેક તીર્થો આવેલા હોવા છતાં આ ધર્મમય ભૂમિ પર અસંખ્ય કતલખાનાઓ ફૂલ્યા ફાલ્યા છે. આથી આ તા.૧૫ ફેબ્રુઆરી સુધીમાં તે બંધ કરવા ચીમકી અપાઈ છે. જો કોઈ પગલા નહિ લેવાય તો તા.૧૬થી મૈત્રી પ્રભસાગર મહારાજ પાલિતાણામાં અનશન ઉપવાસ કરશે. જેમાં ગુજરાતનાં તમામ જૈન સંઘો, સંતો, મંડળો, સંસ્થાઓ વગેરે જોડાઈને વિવિધ કાર્યક્રમો આપશે.
તમારો મત
સંબંધિત સમાચાર તમારા સ્ક્રિનની ડાબી બાજુના બોક્સમાં વાંચી શકો છો. અન્ય રસપ્રદ ન્યૂઝ આ સમાચારની નીચેના બોક્સમાં પણ વાંચી શકો છો. ઉપરાંત તમારો મત નીચે આપવામા આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર કોઈ ધિક્કારાસ્પદ, વિવાદાસ્પદ કે ધૃણાસ્પદ ટિપ્પણી કરવીએ ગુનો બને છે. આ માટે ટિપ્પણી કરનારી વ્યક્તિ ખુદ જવાબદાર ઠરે છે. આથી કૃપા કરીને તમારી ભાષા સંયમિત અને શિષ્ટ રાખો. જો તમારી કોમેન્ટ અશિષ્ટ માલૂમ પડશે તો તેને વેબસાઈટ પરથી હટાવી દેવાની ફરજ પડશે.