Advertisement
Home >> Saurashtra >> Latest News >> Bhavnagar City >> Notice To Talaja Municipality

ગેરકાયદે દબાણ કરવાના પ્રશ્ને તળાજા પાલિકાને જ નોટિસ

Bhaskar News, Talaja | Jun 17, 2012, 05:20AM IST
 
 

ત્રણ દિવસમાં દબાણ હટાવવા માટે ચીફ ઓફિસર તથા અન્ય સાત આસામીઓને નોટિસથી ચકચાર

તળાજા શાકમાર્કેટ વિસ્તારમાં આવેલ જાહેર રોડની જમીન પર ખુદ નગરપાલિકાએ ગેરકાયદેસર દબાણ કરીને તેમજ અન્ય સાત આસામીઓને તળાજા મામલતદારે ૩ દિવસમાં જાતે દબાણ દૂર કરવા માટે નોટિસ ફટકારતા નગરપાલિકા વર્તુળ સહિ‌ત શાક માર્કેટ વિસ્તારમાં સન્નાટો છવાઇ જવા પામ્યો છે.

તળાજા શાકમાર્કેટ વિસ્તારમાં આવેલ સીટી સર્વે નં. ૧૭૯૪-૧૭૯પ-૧૭૯૬ વાળી જાહેર રસ્તા પૈકીની મિલકતો અને સર્વે નં. ૧૭૯૭ની પૂર્વે આવેલ જાહેર રોડની મિલકતમાં ખુદ તળાજા નગરપાલિકાએ જ બનાવેલ શોપીંગ સેન્ટર જેમાં નીચે અને ઉપર પાંચ પાંચ દુકાનોનુ અનધિકૃત દબાણ કરેલ હોઇ તેની સામે તળાજાના રહીશ કમલ વારૈયાએ ઉચ્ચ કક્ષાએ કલેકટર ઉપરાંત રાજયપાલના સચિવ સમક્ષ અરજ રજુઆત કરી હતી.

જેને ધ્યાનમાં લઇ સદરહુ જાહેર રોડ પરના દબાણો તાત્કાલિક દૂર થાય તે માટે કલેકટર સહિ‌ત સંબંધકર્તાઓને તાજેતરમાં કાર્યવાહી કરવા રાજયપાલના ઉપસચિવ મહાવીરસિંહ શેખાવતએ હુકમ કરી આ અંગેનો અહેવાલ તાત્કાલિક કરવા હુકમ કરેલ હતો.

જે અનુસાર તળાજા મામલતદારે આજરોજ તળાજા ન.પા.ના ચીફ ઓફીસરને ઓકટ્રોય નાકાની દુકાન ઉપરાંત રોડ પર ગેરકાયદેસર રીતે ઉપર નીચે અનધિકૃત રીતે દસ દુકાનો બનાવીને તેમજ અન્ય આસામીસાત દુકાનદારોએ જાહેર રોડની જમીન દબાણ કરીને જમીન મહેસુલ અધિનિયમ ૧૮૭૯ની કલમ ૬૧ હેઠળ કાર્યવાહી કરી અનધિકૃત દબાણ દિવસ ત્રણમાં ખુલ્લુ કરી આપવા અન્યથા તંત્ર મારફત દબાણ દુર કરાવી થયેલ ખર્ચ જે તે દબાણ કર્તા પાસેથી જમીન મહેસુલ બાકી તરીકે વસુલવા નોટીસ આપેલ છે.

આ પ્રકરણમાં તળાજા નગરપાલિકાએ ખુદ જાહેર રસ્તાની જમીન દબાવીને અનધિકૃત રીતે દુકાનો ઉતારીને તેમજ જે તે આસામીઓને જાહેર જમીનની મિલકત ગેરકાયદે ઠરાવ કરીને આપીને તેમજ દુકાનો બાંધકામને મંજુરી આપીને અથવા તો આંખ મીચામણા કરીને સરેઆમ કાયદા વિરૂદ્ધ કૃત્ય કરતા શાકમાર્કેટ જેવા ભારે વ્યસ્ત વિસ્તારની રસ્તાની જમીન ગેરકાયદે રીતે સાંકડી કરી દેતા લોકોમાં ભારે ચર્ચા જાગી છે.
 
 
 

Your Opinion
 
 
Code:
2 + 5

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment