- સોમનાથમાં સદભાવના મિશન દરમિયાન સ્વરાજથી સુરાજ્ય સુધી લઇ જવાનું આપ્યું વચન
- સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતીએ આપ્યું નવું સુત્ર
- સુભાષચંદ્ર બોઝે સુત્ર આપ્યું હતું કે "તુમ મુજે ખૂન દો, મેં તુમે આઝાદી દુંગા"
નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતીના રોજ વેરાવળ નજીક સોમનાથ બાયપાસ ચોકડી પાસે સોમનાથ ટ્રસ્ટના મેદાનમાં યોજાયેલા સદભાવના મિશન અંતર્ગતના એક દિવસીય ઉપવાસ દરમિયાન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ નવું સુત્ર આપ્યું હતું. મોદીએ કહ્યું હતું કે "તુમ મુજે સાથ દો, મેં તુમે વિકાસ દુંગા". આ સાથે મુખ્યમંત્રી મોદીએ સ્વરાજથી સુરાજ્ય સુધી લઇ જવાનું વચન પણ આપ્યું હતું.
ઉલ્લેખનીય છે કે 23 જાન્યુઆરી નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતી છે અને આઝાદીના સંઘર્ષ દરમિયાન નેતાજીએ સુત્ર આપ્યું હતું કે "તુમ મુજે ખૂન દો, મેં તુમે આઝાદી દુંગા."
તમારો મત
આ અંગે નીચે આપેલા ફિડબેક ફોર્મમાં સંયમિત ભાષામાં તમારો મત વ્યક્ત કરો. મહેરબાની કરીને એ ખાસ નોંધી લો કે તમારી દરેક કમેન્ટ્સ, વાંધાજનક ટિપ્પણી માટે તમે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.