Advertisement
Home >> Saurashtra >> Latest News >> Bhavnagar City >> Narendra Modi Crisis Jail

કટોકટીમાં મોદીએ ગુજરાતના આ શહેરમાં ભોગવેલો કારાવાસ

Bhaskar News, Bhavnagar | Jun 26, 2012, 00:45AM IST
 
 

કટોકટીમાં નરેન્દ્ર મોદીએ ભાવનગરમાં કારાવાસ ભોગવેલો

૧૯૭પમાં કટોકટી જાહેર થતા રાજકીય કેદી તરીકે ભાવનગર જેલમાં ૭૦થી વધુ વિપક્ષના નેતાઓ પુરાયા હતા


ભાવનગર જિલ્લાની મધ્યસ્થ જેલમાં રાજકીય કેદી તરીકે વર્તમાન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ટૂંકા સમય માટે કારાવાસ ભોગવેલ છે. દેશભરમાં ઇ.સ.૧૯૭પમાં ૨પમી જૂનની મધ્યરાતે ૧૨ના ટકોરે એટલે કે ૨૬મી જૂનથી કટોકટી જાહેર થતા જેમાં મીસાના કાયદા નીચે વિપક્ષોને જેલમાં મોકલવાની કાર્યવાહી શરૂ થઈ હતી.

આજથી ૩૭ વર્ષ પૂર્વે ભારતમાં મુખ્ય શાસક પક્ષ કોંગ્રેસ સરકારે કટોકટી જાહેર કરતા અને આ સમયે દેશભરમાં રેલવેની હડતાળ પાડવામાં આવી હતી. આ હડતાળના અનુસંધાને ભાવનગર શહેરના હલુરીયા ચોકમાં જાહેર સભા યોજાઇ હતી અને જાહેર સભામાંથી જ પૂર્વ સંરક્ષણ મંત્રી જ્ર્યોજ ફર્નાન્ડીઝ, મધુલીમયે, તામિલનાડુ રાજ્યના ભૂતપૂર્વ ગર્વનર પ્રભુદાસ પટવારીની ધરપકડ કરીને જેલહવાલે કરાયા હતા. આ નેતાઓની સાથે જ રેલવે યુનિયનના અગ્રણી સી.કે. મેનન, ઉસ્માનખાન પઠાણ, કપિલ ચાવડા, સહિ‌તનાને કારાવાસમાં ધકેલી દેવાયા હતા.

૩૭ વર્ષ પહેલાના કટોકટીના સમયે કાળે ભુગર્ભમાં રહીને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પ્રવૃત્તિ કરનાર હાલના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને સ્વ.ભીખુભાઈ ભટ્ટને ઝડપી લેવા માટે અનેક સ્થળોએ દરોડા કરાયા હતા. પરંતુ વેશપલ્ટો કરીને ફરાર થનારા આ બન્ને આગેવાનો જ્યારે ઝડપાયા ત્યારે કટોકટી કાળનો અંત આવતો હતો. વર્તમાન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ભાવનગરની જેલમાં ૨૦થી૨૨ દિવસ સુધી જ રાજકીય કેદી તરીકે કારાવાસ ભોગવેલ છે.

કટોકટી કાળમાં મોરારજી દેસાઈને દિલ્હીની તિહાર જેલમાં લઈ જવાયા હતા. જો કે નરેન્દ્ર મોદી જ્યારે પકડાયા ત્યાર બાદ ૨૨ દિવસ પછી કટોકટી ઉઠી જવા પામી હતી.

મીસામાં કોની-કોની અટકાયત કરાયેલી ?

મીસાના કાયદા નીચે જે લોકોની અટકાયત કરવામાં આવી હતી તેમાં ભાવનગર જિ‌લ્લાના રાજકીય આગેવાનોમાં પૂર્વ સાંસદ પ્રસન્નવદન મહેતા, સાહિ‌ત્યકાર સ્વ.મનુભાઈ પંચોળી, માજી ધારાસભ્ય નગીનદાસ શાહ, જયંતભાઈ દવે, ડો.યશોધર ભટ્ટ, જીતુ ગોરડીયા, ચકુભાઈ ડોડીયા, મુનીકુમાર ઓઝા, ભગવતસિંહ રાણા, ચંદ્રકાંતભાઈ ત્રિવેદી (બટુક મહારાજ), દિલીપ મહેતા, મહેન્દ્ર પંડયા સહિ‌તનાએ ૧૯ માસ સુધી કારાવાસ ભોગવતા જેમાં કટોકટીનો અંત આવતા તમામ રાજકીય કેદીઓ મુક્ત થયા હતા.
 
 
 

Your Opinion
 
 
Code:
6 + 1

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment