Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Saurashtra >> Latest News >> Bhavnagar City
 

‘કોંગ્રેસે ટૂકડા ફેંકી ખેલ્યું છે વોટબેન્કનું રાજકારણ’

 
Source: Bhaskar News, Bhavnagar / Palitana   |   Last Updated 5:25 AM [IST](11/02/2012)
 
 
 
 
 
પાલિતાણામાં સદભાવના કાર્યક્રમમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ મંત્ર આપ્યો સહુનો સાથ, સહુનો વિકાસ

ગમે ત્યારે ચૂંટણી આવે ત્યારે કોંગ્રેસ પક્ષ કોઇ સમાજ નારાજ ન થાય એ માટે હિસાબ લગાવવા બેસી જાય છે અને પ્રજાને વિકાસને બદલે ટૂકડા ફેંકવાનું કાર્ય કરી પોતાની ખુરશી સાચવવાના પ્રયાસ કરે છે. જ્યારે ભાજપે ટુકડા ફેંકવાને બદલે પરિવર્તનનો પવન લાવી વિકાસની રાજનીતિ શરૂ કરી ગુજરાતને વિશ્ચભરમાં આગળ કર્યું છે તેમ આજે પાલિતાણા ખાતે યોજાયેલા સદભાવના ઉપવાસમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું, તેઓએ ઉમેર્યું હતું કે કોંગ્રેસનો મંત્ર હોય છે, ભાગલા પાડો અને રાજ કરો જ્યારે ભાજપનો મંત્ર છે સહુનો સાથ સહુનો વિકાસ. તેઓએ જણાવ્યું હતું કે, કલ્પસર, શિપ બિલ્ડીંગ અને ઘોઘા-દહેજ ફેરી સર્વિસથી ભાવનગરની કાયાપલટ થશે અને તેની જાહોજહાલી પાછી ફરશે.

આ વેળાએ જબ્બર મેદની એકત્ર થઇ હતી. તેઓનું પરંપરાગત રીતે ઉમળકાભેર સ્વાગત કરાયું હતું અને બાદમાં સમાજના તમામ વર્ગના પ્રજાજનો સાથે મુખ્યમંત્રીએ સદભાવના ઉપવાસ કર્યા હતા.આ અવસરે મુખ્યમંત્રી મોદીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારનો ૨૦ મુદ્દાનો કાર્યક્રમ છે તે છેલ્લા ૩૦ વર્ષથી ગરીબ વર્ગો માટે ચાલી રહ્યો છે. તેમાં દર ત્રણ મહિને દિલ્હીની કેન્દ્ર સરકાર હિસાબ માંડી મૂલ્યાંકન કરે છે. છેલ્લા ૧૦ વર્ષથી આ યોજનામાં ગુજરાત પ્રથમ ક્રમાંકમાં રહે છે. પ્રથમ પાંચ નંબરમાં કોંગીના શાસનવાળુ એક પણ રાજ્ય નથી. આ સ્થિતિમાં કેન્દ્રની સરકારે કોંગી શાસિત રાજ્યોને સુધારવાને બદલે પોતાની નિષ્ફળતા છતી ન થાય તે માટે નંબરની પ્રથા જ બંધ કરી દીધી. ભ્રષ્ટાચારની વાતે તેમણે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને યાદ કરી પ્રજાના કાર્યો માટેના એક રૂપિયામાંથી પૈસામાંથી પ્રજા સુધી માત્ર ૧૫ પૈસા જ પહોંચે છે તે જણાવી ત્યારે તો પંચાયતથી પાર્લામેન્ટ સુધી કોંગ્રેસની જ સરકાર હતી. ત્યારે પ્રજાના ૮૫ પૈસા પોતાના ખિસ્સામાં નાંખવાનું પરાક્રમ પંજો કરતો અને પ્રજાને પીંખી નાંખતો.

આ સામે ગુજરાતની ભાજપ સરકારે ગરીબ કલ્યાણ મેળા દ્વારા વચેટીયા અને દલાલોને દુર કરી રૂ.૮૦૦૦ કરોડની રકમ સીધી ગરીબોના હાથ સુધી પહોંચાડી તેઓએ જણાવ્યું હતું કે, અમે માત્ર ચૂંટણીના મુદ્દાએ જ કામ કર્યું નથી પણ સમાજ જીવનમાં બદલવાનું કામ કર્યું છે.

કોંગ્રેસ ચૂંટણી જીતવા માટે ટૂકડા ફેંકવાનું રાજકારણ રમે છે પણ મેં વિકાસનો માર્ગ અપનાવ્યો છે. કોંગ્રેસ સત્કર્મ ઉપવાસ કરે છે ત્યારે તેમાં મને જેટલી ગાળો દેવી હોય તેટલી ગાળો દે કારણ કે તેમાં તે ખુશ થશે અને એ જ મારી સદભાવના ગણાશે તેમ મુખ્યમંત્રીએ કટાક્ષમાં કહ્યું હતું.

મુખ્યમંત્રીએ સ્પર્ધાનો ઉલ્લેખ કરી વિરોધીઓને જણાવ્યું હતું કે તમારે સ્પર્ધા જ કરવી હોય તો ગુજરાતના વિકાસની સ્પર્ધા કરો, ગાળાગાળીની સ્પર્ધા કરવાની કોઇ જરૂર નથી. અમે તો પ્રજાનો પ્રેમ હશે ત્યાં સુધી રહીશું નહીં તો પ્રજા જેમ અને જે કહેશે તેમ કામ કરીશું. તેઓએ અંતમાં જણાવ્યું હતું કે, આ અભિયાન પૂર્ણ થશે પરંતુ મારૂ આ મિશન બંધ નહી થાય કારણ કે, સદભાવનાની સુવાસ સમગ્ર રાષ્ટ્રમાં ફેલાતી રહેશે.

ભાવનગરની પ્રજાની આશાઓ પર પાણી ફરી વળ્યું...

મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના જેટલી-જેટલી જગ્યાએ સદભાવના ઉપવાસ થયા ત્યાં કોઈને કોઈ વિકાસ પેકેજ જાહેર કર્યા છે. પરંતુ ભાવનગર શહેરના સદભાવના વખતે ૨૬મી જાન્યુઆરી પર ખો નાખી જ્યારે પાલીતાણાના ઉપવાસમાં તો વિકાસ કાર્યો માટે કોઈ જાતની જાહેરાત જ નહીં કરતા પ્રજાની આશાઓ પર પાણી ફરી વળ્યું હતું. તદ્દઉપરાંત મુખ્યમંત્રીના આજના પ્રવચનમાં પણ એસ.આઈ.આર, ઘોઘા-દહેજ ફેરી સર્વિસ, કલ્પસર, શિપબિલ્ડીંગ સહિતની ચવાઈ ગયેલી કેસેટ વગાડી હતી પરંતુ તેઓના પ્રવચનમાં જુસ્સો નહીં હોવાનું ખુદ ભાજપના જ કાર્યકરોમાં ચચાઁતું હતુ.

ગરીબ ગ્રામીણ બહેનોને સોંપ્યો છે ૧૪૦૦ કરોડનો કારોબાર

આજે ગુજરાત હુલ્લડો, જ્ઞાતિવાદના ઝેર, કરફ્યુમુકત બન્યું છે. યુવાનોને તાલીમ આપી હુÌાર-કૌશલ્યથી રોજગારીના અવસરો આપ્યા છે. ગરીબ ગામડાંની બહેનોને મિશન મંગલમ્ દ્વારા આર્થિક પ્રવૃત્તિ માટે રૂ.૧૪૦૦ કરોડનો કારોબાર સોંપ્યો હોવાનું મુખ્યમંત્રીએ જણાવી વધુમાં ઉમેર્યું હતું કે, આ છે, અમારી સરકારની સૌનો સાથ, સૌનો વિકાસની સફળતા. ગુજરાતની કોઇપણ દિશામાં ૨૫ કિ.મી.ની જગ્યામાં વિકાસનું કામ ચાલતું જ હશે અને આટલા વિરાટ વિકાસના યા માટે સરકારની તિજોરી ઉપર કોઇનો પંજો પડવા નથી દીધો - એક પણ રૂપિયાનો નવો કરવેરો નાંખ્યા વગર વિકાસમાં જોઇએ એટલા નાણા આપ્યા છે અને વિકાસ ઊગી નિકળ્યો છે.

વોટની રાજનીતિના મામલે હળવો કટાક્ષ...

આજે સદભાવનામાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગી સરકાર પર આક્ષેપ કરતા હળવા મૂડમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ માત્ર મતોનું રાજકારણ રમે છે. એક ચૂંટણી આવે ત્યારે ઇલે. થાંભલો નખાવે, બીજી ચૂંટણી આવે ત્યારે ઇલે.વાયર નખાવે અને ત્રીજી ચૂંટણી આવે ત્યારે બલ્બ નખાવે !!

પુરૂષોત્તમભાઈના તળપદી ભાષાના કટાક્ષોએ પેટ પકડી હસાવ્યા...

સદભાવના ઉપવાસમાં ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પુરૂષોત્તમભાઈ રૂપાલાએ પોતાની તળપદી ભાષામાં કોંગ્રેસ પર તાતા પ્રહારો કરતા કટાક્ષ પણ હાસ્યમાં પરિવર્તીત કરતા લોકો પેટ પકડીને હસ્યા હતા. ટુજી કૌભાંડ, કની મોઝી, ભંવરી દેવી સહિતના મુદ્દે કેન્દ્ર સરકારને આડે હાથ લીધી હતી જ્યારે શશી થરૂર અને સુનંદા વિષે જણાવ્યું હતું કે ૫૦ કરોડની ગર્લફ્રેન્ડ ગરીબ દેશને ન પોસાય. તેમજ સદભાવના સામેના સત્કર્મ બાબતે કટાક્ષ કરતા જણાવ્યું કે ‘મોદી દાવ લે છે આજે સૌરાષ્ટ્રમાં સદભાવના હોય તો પછી સીધા કચ્છમાં કરે એટલે સત્કર્મ માટે પાછળ પાછળ દોડતી કોંગ્રેસની પીદુડી નીકળી ગઈ હોવાનું જણાવતા લોકોએ મનોરંજન માણ્યું હતું.

સદભાવનાની સાથે... સાથે...

- મુખ્યમંત્રી ૧૦ વાગ્યે આવવાના હતા, તેના બદલે એક કલાક મોડુ ૧૧-૦૫ કલાકે આગમન થયું.
- બરાબર ૧૦ વાગ્યે
લોકોની સંખ્યા ઓછી હતી. આ કારણોસર પણ મુખ્યમંત્રી મોડા આવ્યા હોય તેવી ચચાઁ હતી.
- રવિવારે યાત્રાધામ અંબાજીમાં સદભાવના મિશનનું સમાપન થશે.
- મુખ્યમંત્રીને આવકાર માટે જે ઘોડા હતા તેમાં એક ઘોડીની કમાન છટકતા દોડધામ મચી ગઇ હતી. અંતે તેને ઠીક કરવામાં આવી હતી.
- જિલ્લાના યુવાનો દ્વારા ૧૮૨ કમળના ફૂલોનો અને માળી સમાજ દ્વારા ૩૫ કિલો ગુલાબ ૧૫ ફૂટ લાંબો હાર મુખ્યમંત્રીને પહેરાવ્યો હતો.
- જૈન સાધ્વીજી મહારાજોને મંચ પર વિવિધ સંસ્થાના આગેવાનોની પાછળ બેસાડ્યા બાદ ભાજપના આગેવાનોને ભૂલ સમજાતા આગળ ખુરશી
પાથરી સાધ્વીજીઓને આગળ બેસાડ્યા હતા.
- મુખ્યમંત્રીના આગમન પૂર્વે યુવા ભાજપ દ્વારા સુત્રોચ્ચાર સાથે યુવાનો નિકળતા આઇ.કે.જાડેજા ગુસ્સે થઇ ગયા હતા.
- ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલે વધુ પડતી ઉર્જા દેખાડવાનો પ્રયાસ કરતા જયોતિગ્રામ યોજના નરેન્દ્ર મોદીએ શરૂ કર્યાનો ભાંગરો વાટ્યો હતો.
- પાલીતાણા ભૈરવનાથ મંદિરના મહંત રમેશ શુક્લએ
ગુજરાતને મર્દ મળ્યા હવે ભારતને આવા મર્દ પુરૂષની જરૂર હોવાનું કહી નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનવાના આડકતરા આશિવૉદ આપ્યા હતા.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
8 + 5


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Sexually Charged Photography
Veena Malik: Sexy Babe
Just Added

गरमी से परेशान... दुपट्टे का सहारा
इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.